________________
સામૂહિક આત્મઘાત સામાન્ય રીતે દરેક જીવને જીવવું ગમે છે. મૃત્યુ કોઈને ગમતું નથી. નાનામાં નાના જંતુથી માંડીને મોટાપહેલવાન માણસ સુધી સૌને પોતાનો જીવ વહાલો લાગે છે. મૃત્યુનો પોતાને કોઈ ડર નથી એવું પાકી વૃદ્ધાવસ્થામાં કહેનારા કેટલાક માણસો પણ જ્યારે ખરેખર મૃત્યુ આંગણે આવીને ઊભું રહેલું જુએ છે ત્યારે ઢીલા પડી જાય છે. કાણા, કદરૂપા, કુબડા કે વામન જેવા માણસને કે ભુંડ કે સર્પ જેવા પ્રાણીઓને પણ પોતાનો દેહયારો લાગે છે. આમ મરવું કોઇને એકંદરે ગમતું ન હોવા છતાં સ્વેચ્છાએ પોતે પોતાની મેળે પોતાના જીવનનો અંત આણ્યો હોય એવી ઘટનાઓ પણ બનતી રહે છે. એકલદોકલ વ્યક્તિ આપઘાત કરે ત્યારે તેનાં કારણોની ઘણી ચર્ચાવિચારણા થાય છે. સામૂહિક આત્મઘાતની ઘટનાઓ પણ બને છે, પણ વ્યક્તિગત આત્મઘાત જેટલી સંખ્યામાં તે થતી નથી. વખતોવખત બનતી સામૂહિક આત્મઘાતની ઘટનાઓ વિશે અહીં થોડો વિચાર કરીશું.
જન્મ અને મૃત્યુ જીવનના બે અંતિમ છેડા છે, છતાં બંને વચ્ચે ઘણી ભિન્નતા છે. ઈતર પ્રાણીઓની વાત બાજુ પર રાખીને ફક્ત, મનુષ્યનો જ વિચાર કરીએ તો પણ, જન્મની ઘટના સહજ અને ઘણુંખરું અપેક્ષા પ્રમાણે હોય છે. મૃત્યુની ઘટના કેટલીયે વાર અચાનક, અનપેક્ષિત અને આઘાતજનક હોય છે. જેટલું વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે તેટલું જન્મમાં નથી. કોઈનું મૃત્યુ થાય તો આપણે પૂછીએ છીએ કે કેવી રીતે મૃત્યુ થયું? બાળકનો જન્મ થાય ત્યારે આપણે પૂછતા નથી કે કેવી રીતે જન્મ થયો.
મૃત્યુ ઘણુંખરું વૃદ્ધાવસ્થામાં શરીર ઘસાઈ જતાં નૈસર્ગિક રીતે થાય છે, કેટલીક વાર જીવલેણ રોગ વગેરેને કારણે અકાળે થાય છે, કોઈ અકસ્માતથી થાય છે, કોઈકની હત્યાનો ભોગ બનવાને લીધે થાય છે, તો ક્યારેક સ્વૈચ્છિક રીતે પોતાના જીવનનો અંત આણવાને કારણે પણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org