________________
૧ ૨૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
થાય છે. સામાન્ય રીતે દરેકનું મૃત્યુ એ એક અલગ ઘટના બને છે. કેટલીક વાર બેચાર કે તેથી વધુ માણસો એક સાથે એક જ સમયે મૃત્યુ પામે છે. જન્મની બાબતમાં કોઈક વિરલ સંજોગોમાં ત્રણ કે તેથી વધુ બાળકોનો સાથે જન્મ થાય છે. અન્યથા મનુષ્યમાં સામૂહિક જન્મ નથી. તિયચ ગતિમાં, એકેન્દ્રિયાદિ જીવોમાં સામૂહિક ઉત્પત્તિ થાય છે.
સામૂહિક મૃત્યુનાં ઘણાં નિમિત્તો હોય છે. અચાનક અકસ્માત થાય અને પાંચ પંદર કે સોબસો માણસો એક સાથે મૃત્યુ પામે છે. ટ્રેન, બસ, વિમાન, સ્ટીમર વગેરેના અકસ્માતમાં એક સાથે ઘણા બધા મૃત્યુ પામે છે. અચાનક આગ ફાટી નીકળે, ધરતીકંપ થાય, વાવાઝોડું થાય, પૂર આવે, રોગચાળો ફાટી નીકળે, ઇત્યાદિ પ્રકારની આકસ્મિક ઘટના બને તો એક સાથે ઘણા બધા માણસો મૃત્યુ પામે છે. થોડી જ સેકન્ડોમાં કે મિનિટોમાં, ધરતીકંપમાં લગભગ આખું નગર નષ્ટ થતાં બે લાખ જેટલા માણસો એકસાથે મૃત્યુ પામ્યાની ઘટના બની છે. યુદ્ધ વખતે સામુદાયિક હત્યા થાય છે. હિરોશિમા કે નાગાસાકી પર પડેલા અણુબોમ્બ વખતનો સામૂહિક મૃત્યુનો આંકડો સૌથી વધુ રહ્યો છે.
સામૂહિક આકસ્મિક મૃત્યુની ઘટના જેટલી બને છે તેટલી સામૂહિક આપઘાતની બનતી નથી. તો પણ ક્યારેક ક્યારેક એવી ઘટના બનતી રહે છે. કેટલાક સમય પહેલાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રાન્ચો સાન્તા કે નામના સ્થળે સામૂહિક આત્મઘાતની એક વિરલ કહી શકાય એવી ઘટના બની હતી. Heaven's Gate નામના એક રહસ્યવાદી પંથના પ્રવર્તક ગુરુ અને એના ૩૮ જેટલા અનુયાયીઓ, એમ મળીને કુલ ૩૯ માણસોએ, પોતાના આશ્રમમાં એક સાથે પોતાના જીવનનો આનંદપૂર્વક અંત આણ્યો હતો.વર્તમાનપત્રો અને સામયિકોમાં પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે ઠેઠ ૧૯૭૬ થી આ રહસ્યવાદી પંથ ચાલુ થયો હતો. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org