________________
સામૂહિક આત્મઘાત
૧૨૯
પંથ પ્રવર્તાવનાર માર્શલ એપલવ્હાઇટ નામના એક નિવૃત્ત સંગીત શિક્ષક હતા. આ પૃથ્વી પરના ભૌતિક જીવન કરતાં વધુ ચડિયાતું સુખી જીવન છે. એ જીવન ઉપર અવકાશમાં Next Levelમાં સ્વર્ગરૂપે છે, એની સાથે તમે અનુસંધાન સાધો અને એમના સૂક્ષ્મ અવાજો સાંભળો તો તેઓ તમારે માટે અવકાશયાન મોકલે છે એવું તેઓ માનતા હતા. આવું અવકાશયાન આવવાની વાત અગાઉ પણ થઇ હતી, પરંતુ આ વખતે હેલ-બોપના ધૂમકેતુની પાછળ એ અવકાશયાન આવી રહ્યું છે એ માન્યતા સાથે, એમાં બેસીને ઉપર જવા માટે ૩૯ જણાએ પોતાનો દેહ છોડ્યો. અગાઉ તેઓ એમ માનતા હતા કે સદેહે સ્વર્ગમાં જઇ શકાય છે, પરંતુ પછીથી તેઓની માન્યતા બદલાઇ કે એ અવકાશયાનમાં બેસતાં પહેલાં તમારે તમારો દેહ (human container) અહીં છોડી દેવો પડે. એ છોડવા માટે તત્ક્ષણ પ્રાણ જાય એવું ઝેર પી લેવું જોઇએ. આ રહસ્યવાદી ગુપ્ત પંથના ૨૦૦ થી વધુ અનુયાયીઓ છે. તેમાંથી ફક્ત ગુરુ સહિત ૩૯ની પસંદગી થઈ હતી, કારણ કે એ સંખ્યા પણ તેઓના મતે સાંકેતિક હતી.
આ ૩૯ માણસોમાંથી કેટલાકે જીવનનો અંત આણતાં પહેલાં લાસ વેગાસ અને અન્ય સ્થળે જઇ જીવનને ભરપેટ માણી લીધું હતું. જવાના દિવસે બધાં નવાં સરસ એકસરખાં વસ્ત્રમાં સજ્જ થયાં. કાળા બુટ, કાળા પેન્ટ, સફેદ શર્ટ કે ઉ૫૨નું સફેદ વસ્ત્ર પહેરવું. દરેકે પોતાની સુંદર, સ્વચ્છ, પથારીમાં ચત્તા સૂઇને માથે જામલી રંગની નાની ચાદર ઓઢી લેવી. દરેકે પોતાની બાજુમાં પોતાનું ઓળખપત્ર મૂકવું. ચશ્મા કે બીજી કોઇ ચીજ વસ્તુ હોય તો તે પણ બરાબર ગોઠવીને બાજુ પર મૂકવી. દરેકે ફિનોલ–બાર્બિટોલ નામનું કાતિલ ઝેર એપલસોસ કે પુડિંગમાં ભેળવીને ખાઇ લીધું. અને પછી પોઢીને સૂઇ ગયા. તરત તેઓના પ્રાણ નીકળી ગયા. જ્યારે તેઓનાં શબ ગંધાવા લાગ્યા ત્યારે આ ઘટના બહાર આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org