________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
૭૨
ત્યાં શ્રી શુભવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં આગમશાસ્ત્રોના જે ગહન અર્થ સમજાવ્યા તેથી શ્રી વીરવિજયજી બહુ હર્ષિત થયા હતા.
શ્રી વીરવિજયજીને દીક્ષા લીધાંને હવે દસ વર્ષ થઇ ગયાં હતાં. એમણે સૂત્રસિદ્ધાન્તનું જ્ઞાન ગુરુ ભગવંત પાસેથી સારી રીતે સંપાદિત કરી લીધું હતું. એમની સંયમની આરાધના પણ સારી રીતે ચાલતી હતી. આ સંજોગોમાં એમને હવે પંન્યાસની પદવી આપવી જોઇએ એમ શ્રી શુભવિજયજીને લાગ્યું. એટલે શ્રી શુભવિજયજીએ વડોદરામાં સ્થિરતા કરી અને શ્રી વીરજવિજયજીને યોગ વહેરાવ્યા તથા વિ. સં. ૧૮૬૦માં પંન્યાસની પદવી મોટા ઉત્સવ સાથે આપી. શ્રી રંગવિજયજી લખે છેઃ વટપદ્ર માંહે ગયા રે, શુભ ગુરુની સંઘાત;
યોગ વેવરાવ્યા સૂત્રના રે, સકલ સંઘની સાખ. પંન્યાસ પદ ગુરુજી દીઇ રે, સંઘ સકલ પરિવાર, વાસક્ષેપ સહુ સંઘ કરે રે, વીર તે હરખિત થાય.
વડોદરાથી વિહાર કરી તેઓ પાછા અમદાવાદ પધાર્યા હતા. શ્રી વીરવિજયજીનો અભ્યાસ ચાલતો જ રહ્યો હતો. એમની લેખનપ્રવૃત્તિ પણ ચાલુ હતી અને એમની આધ્યાત્મિક સાધના પણ ગુરુ મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલુ જ હતી. પોતાના ગુરુ મહારાજની હયાતીમાં જ એમણે આત્મજ્ઞાન-સ્વરૂપાનુભવજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.
શ્રી શુભવિજયજીની તબિયત હવે લથડતી જતી હતી, અન્નની અરુચિ, શ્વાસરૂંધામણ અને ઊભા રહેતાં ચક્કર આવવાં વગેરે પીડાઓ શરૂ થઇ ગઇ હતી. પરિણામે વિ. સં. ૧૮૬૦માં ફાગણ સુદ ૧૨ના રોજ ગુરુવર્ય શ્રી શુભવિજયજી તોતેર વર્ષની વયે, પંચાવન વર્ષનો દીક્ષાપર્યાય પાળી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. આમ પોતાના ગુરુ ભગવંતનું સતત બાર વર્ષ સુધી શ્રી વીરવિજયજીને સાન્નિધ્ય મળ્યું એ એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org