________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી
શાસ્ત્ર અરથ સિદ્ધાન્તના, આપે ગુરુ ગુણવંત; સુશિષ્યને ગુરુ શીખવે, શાસ્ત્ર તણો વિરતંત. વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખિત થાય, અધ્યાપક તે સુપિયા, વિદ્યા ભણવા કાજ. અધ્યાપક દેતો વલી, જોઇ બુદ્ધિપ્રકાશ ગહન અરથ તે આપતો, મન ધરી મોટો ઉલ્લાસ, વીર વિવેકે શીખિયા, અધ્યાપક, ગુરુ પાસ; પંચકાવ્ય પાઠી થયા, ખટ દર્શન વિખ્યાત
દીક્ષા પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના ગુરુ ભગવંત સાથે જ હંમેશાં વિચરતા હતા. શ્રી વીરવિજયજીએ ખગ્દર્શન અને કાવ્યાલંકાર સહિત જૈન સૂત્ર સિદ્ધાન્તનો જે અભ્યાસ કર્યો તેથી એમની બુદ્ધિપ્રતિભા ઘણી ખીલી ઊઠી. તેમણે ઇ. સ. ૧૮૫૫માં પચીસ વર્ષની ઉંમરે ‘સ્થૂલભદ્રની શિયળવેલ' નામની કૃતિની જે રચના કરી છે એમાં એમની કવિ તરીકેની પરિપક્વ પ્રતિભાનાં દર્શન થાય છે. ત્યારપછી વિ. સં. ૧૮૫૮માં એમણે લગભગ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે ‘પંચકલ્યાણકની પૂજા’ની રચના કરી, જે આજ દિવસ સુધી ગવાય છે. આ બે કૃતિઓ જ વીરવિજયજીની તેજસ્વિતાનો પરિચય કરાવવા માટે પૂરતી છે.
ખંભાતના રોકાણ દરમિયાન શ્રી વીરવિજયજીના શિષ્ય ભાણવિજયજીએ ગુરુ આશા લઇને અન્યત્ર વિહાર કર્યો હતો. શ્રી શુભવિજયજી પોતાના બે શિષ્યો શ્રી ધીરવિજયજી તથા શ્રી વીરવિજયજી સાથે હજુ ખંભાતમાં રહ્યા હતા. ત્યારપછી અમદાવાદથી વિનતી આવતાં શ્રી શુભવિજયજી પોતાના શિષ્ય શ્રી વીરવિજયજીને લઇને અમદાવાદ પધાર્યાં અને શ્રી ધીરવિજયજી ખંભાતમાં જ રોકાયા. અમદાવાદમાં શ્રી શુભવિજયજી અને વીરવિજયજી લુહારની પોળના ઉપાશ્રયમાં ઊતર્યા.
Jain Education International
૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org