________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી
પંડિતકવિ તરીકેની પ્રતિભાને વિકસાવવામાં બહુ સહાયભૂત થયું. ગુરુવર્યના વિરહની તેમની વેદના અપાર હતી. પોતાના હૃદયોાર વ્યક્ત કરવા શ્રી વીરવિજયજીએ “શુભવેલી' નામની કૃતિની રચના કરી. એમાંથી આપણને શ્રી શુભવિજયજીના જીવનનો ટૂંકો વૃત્તાન્ત જાણવા મળે છે. એ પણ કેવો યોગાનુયોગ છે કે ગુરુ અને શિષ્ય-શ્રી શુભ વિજયજી અને શ્રી વીરવિજયજી બંનેનાં સંસારી નામ કેશવ હતાં. શ્રી શુભવિજયજી વિરમગામના વતની હતા અને એમના સંસારીભાઈનું નામ મહીદાસ હતું. “શુભવેલી'માં શ્રી વીરવિજયજી પોતાના ઉદ્દગારો નીચે પ્રમાણે વ્યકત કરે છે :
નાથ વિયોગે જીવવું રે હાં, તે જીવિત સ્યા માંહિ; આતમઘરમની દેશના રે હાં, કુણ દેસે હવે આં8િ.
ચાલ્યા મુજને એકલડો રે હાં, ઊભો મેલ્હી નિરાસ ઈણે મારગે બોલાવિયો રે, હાં, પાછી નહિ તસ આશ. આ ભવમાં હવે દેખાવો રે હાં, દુલહો ગુરુ દેદાર. કરસ્યું કેહની ચાકરી રે હાં, વંદન ઊઠી સવાર. “શુભવેલી'માં શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુભગવંતનો મહિમા દર્શાવતાં લખ્યું છે :
એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહાય; ગુણનિધિ જળનિધિ જળ ભર્યો, ગગ્ગરીમેં ન સમાય. વળી સંઘને ભલામણ કરતાં તેઓ “શુભવેલી'માં લખે છેઃ ગાવો ગાવો રે ગુણવંત ગુરુગુણ ગાવો મોતિયથાલ ભરી સદ્ગુરુજીને વધાવો; નિર્મળ પરિણતિ અંતર લાવી, આતમતત્ત્વ નિપાવો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org