________________
૭૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
શ્રી શુભવિજયજીના કાળધર્મ પછી અમદાવાદના સંઘે એમની પાટે શ્રી વીરવિજયને બિરાજમાન કરી મોટો ઉત્સવ કર્યો હતો.
શ્રી શુભવિજયજીના કાળધર્મ પછીનાં વર્ષોનો શ્રી વીરવિજયજીનો જીવનવૃત્તાંત પ્રમાણમાં બહુ ઓછો મળે છે, પરંતુ તેનું એક કારણ એ છે કે તેઓ પોતાનો ઘણોખરો સમય સ્વાધ્યાય અને લેખનમાં વિતાવતા હતા. એમણે જે વિશાળ લેખનકાર્ય કર્યું છે તે જોતાં એ માટે સ્થળની સ્થિરતા અને એકાન્તની ઘણી અપેક્ષા રહે છે. એમણે મુખ્યત્વે રાજનગર અમદાવાદમાં ઘણાં ચાતુર્માસ કરી પોતાનું આ લેખનકાર્ય કર્યું છે.
ગુરુ મહારાજના કાળધર્મ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના શિષ્યો સાથે લીંબડી, વઢવાણ વગેરે કાઠિયાવાડનાસ્થળોમાં વિચર્યા પછી દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પધાર્યા. સુરત શહેરના સંઘે ઘણી ધામધૂમ સાથે તેમનું સામૈયું કર્યું. સુરતમાં મહારાજશ્રીએ પોતાની વ્યાખ્યાનશક્તિ અને શાસ્ત્રજ્ઞાન વડે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે ઉપધાન વગેરે કરાવ્યાં. એમનો આવો ઉત્કર્ષ જોઇને તથા ઉપધાન કરાવતા પહેલાં પોતાની સંમતિ ન લીધી એથી સ્થાનિક યતિઓને ઈષ્ય થઈ. તેમને પોતાનું વર્ચસ્વ ઓછું થતું લાગ્યું. તેઓએ તેજોષથી પ્રેરાઈને ઝઘડો ચાલુ કરાવ્યો. આઝઘડો એટલો બધો વધી ગયો કે સરકારને વચ્ચે પડવું પડ્યું. બ્રિટિશ સરકારના ટોપીવાળા અંગ્રેજ સાહેબોએ જ્યારે જાણ્યું કે યતિઓએ તિથિનો ઝઘડો ચાલુ કર્યો છે ત્યારે લવાદ તરીકે
જ્યોતિષાચાર્ય શાસ્ત્રીઓને બોલાવી, બંને પક્ષને બરાબર સાંભળ્યા. શાસ્ત્રીઓએ કહ્યું કે તિથિના વિષયના આ ઝઘડાની બાબતમાં શ્રી વીરવિજયજીનો પક્ષ સાચો છે. આથી અંગ્રેજોએ યતિઓને શિક્ષા કરી. આમ, સૂરતમાં મહારાજશ્રીના પક્ષનો વિજય થયો.
સૂરતથી વિહાર કરી મહારાજશ્રી પાછા અમદાવાદ પધાર્યા. એ વખતે મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવતા બહોળા શ્રોતાવર્ગને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org