________________
અપંગો માટે
૫૯
જન્મ-પુનર્જન્મમાં માનવાવાળા અને તેમાં શ્રદ્ધા ધરાવવાળા લોકોનો અભિગમ જુદો હોય એ સ્વાભાવિક છે. તત્ત્વની દૃષ્ટિએ જોઇએ તો સંસારમાં કારણ વિના કાર્ય થતું નથી. માણસ જન્મથી કે આકસ્મિક રીતે અપંગ થાય તો તેનું કારણ ક્યાંક ને ક્યાંક તો રહેલું જ છે એવી વિશ્વવ્યવસ્થામાં માનનારાને એમ લાગે છે કે અપંગ વ્યક્તિના પોતાના આ જન્મના કે પૂર્વજન્મના કોઇક કર્મને કારણે જ આમ બન્યું હોવું જોઇએ. અમુક જ વ્યક્તિ અમુક જ કાળે, અમુક જ પ્રકારની અપંગતા કેમ પ્રાપ્ત કરે છે એની ધીરજપૂર્વક, સમતાયુક્ત ઊંડી માનસિક ખોજ જો થાય તો જરૂર તેનું ક્યાંક કારણ રહેલું છે, પૂર્વનું કોઇક કર્મ રહેલું છે એમ સમજાયા વગર રહે નહિ. જૈન દર્શનની દષ્ટિએ અંતરાય કર્મ, અશાતાવેદનીય કર્મ વગેરે પ્રકારનાં ભારે નિકાચિત કર્મના ઉદય વગર આવું અપંગપણું આવે નહિ. આ શ્રદ્ધાનો વિષય છે. અલબત્ત, આવી શ્રદ્ધા વ્યવહારદષ્ટિએ અનુકંપાના કાર્યમાં અંતરાયરૂપ ન બનવી જોઇએ. બલ્કે તેમાં સહાયક થવી જોઇએ.
માણસની અપંગ અવસ્થા જો એને અંતર્મુખ બનવાની તક આપે, ધર્મમંથન કે આત્મચિંતન તરફ એને વાળે તો અંદરના એ સુખ જેવું બહારનું સુખ નથી એમ એને લાગ્યા વગર રહે નહિ. જેઓને આત્મસાધના કરવી છે, તેઓને તો ઓછામાં ઓછો સંગ અને ઓછામાં ઓછું હરવું ફરવું આશીર્વાદ રૂપ થાય છે. જો સશક્ત સાધકો માટે આમ હોય તો અપંગ સાધકો માટે તે કેમ ન હોઇ શકે ? પરંતુ એને માટે યોગ્ય પાત્રતા, રુચિ અને માર્ગદર્શન જોઇએ. ભૂતકાળમાં એવા કેટલાક પ્રસંગો બન્યા છે કે જેમાં અપંગ માણસો મોટા મહાત્મા કે અવધૂત બની શક્યા હોય ! બાહ્ય જગત કરતાં પણ અત્યંતર વિશ્વ ઘણું વિશાળ, વિરાટ છે !
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org