________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
અપંગ વ્યક્તિઓ સ્વમાનભેર આજીવિકા પ્રાપ્ત કરી પોતાનું જીવન જીવી શકે એ માટે એક બાજુ જેમ સમાજે એવા વાતાવરણનું નિર્માણ કરવાની જરૂર છે તેમ અપંગ વ્યક્તિએ પોતે પોતાની સ્વમાનની ભા વનાને વધુ દૃઢ ક૨વાની જરૂર રહે છે. સમાજનું વાતાવરણ સ્વસ્થ અને પ્રોત્સાહક હોય અને છતાં અપંગ વ્યક્તિ લાચારી કે લઘુતાગ્રંથિ ન અનુભવે એવું નથી. અપંગ ન હોય એવી ગરીબ, શોષિત વ્યક્તિઓ જે સમાજમાં લાચારી અને લઘુતાગ્રંથિ અનુભવતી હોય તે સમાજમાં અપંગ વ્યક્તિની તે શી વાત હોય ! વ્યક્તિ અપંગ બને એમાં સમાજનો જ દોષ હોય તો તેવા સમાજે અપંગ વ્યક્તિ પ્રત્યેની પોતાની જવાબદારી સારી રીતે ઉઠાવી લેવી જોઇએ.
૫૮
અપંગ વ્યક્તિ માટે સામાજિક વાતાવરણ સાનુકૂળ હોવું જોઇએ. તેમનામાં લઘુતાગ્રંથિ ન આવે, હોય તો પણ નીકળી જાય તથા તેમની આજીવિકાનો, રહેઠાણનો અને લગ્નજીવનનો પ્રશ્ન હલ થઈ જાય એવું પ્રોત્સાહક વાતાવરણ પેદા કરવું જોઇએ. એ માટે સરકાર ઉપરાંત સામાજિક, શૈક્ષણિક વગેરે સંસ્થાઓએ અને સમાજના સેવાભાવી આગેવાનોએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવું જોઇએ.
વર્તમાનકાળ અને વ્યાવહારિક સમાજીવનની દૃષ્ટિએ જન્મજાત કે આકસ્મિક ખોડવાળા માણસો પ્રત્યે આપણને પૂરી સહાનુભૂતિ હોવી જોઇએ અને સહાનુભૂતિના તેઓ પૂરા અધિકારી પણ છે. તેઓને દોષિત કે શાપિત ગણીને તેમની અવહેલના કે ઉપેક્ષા કરવામાં આવે તે કોઇપણ રીતે યોગ્ય નથી. પરંતુ કેટલાક એમ કહે છે કે આમાં કર્મની વાતને વચ્ચે લાવવાની જરૂર નથી. આ વાત વિચારણીય છે. અલબત્ત, અપંગો પોતાનાં કરેલાં કર્મ ભોગવે છે એમ ગણીને તેમના પ્રત્યે ઉપેક્ષા કે તિરસ્કારનો ભાવ રખાય તે તદ્દન અનુચિત છે. જન્મ-પુનર્જન્મમાં ન માનનારા લોકોનો એક પ્રકારનો અભિગમ આ વિષય પ્રત્યે હોય અને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International