________________
અપંગો માટે
એમ લાગવાનો સંભવ છે કે “આના કરતાં તો અપંગ હોઇએ તો સારું કે જેથી નિશ્ચિતપણે બધી સગવડો તો મળી રહે.”
સામાજિક પરિસ્થિતિમાં ગરીબો અને અપંગો વચ્ચે આવી વિષમતા ન સર્જાય એ જોવું જરૂરી છે. ગરીબ લોકો પણ આર્થિક દષ્ટિએ અપંગ જેવા જ બની રહે છે. અલબત્ત, આનો અર્થ એવો ન થવો જોઈએ કે જ્યાં સુધી સમાજમાંથી સંપૂર્ણપણે ગરીબી હટાવી ન શકાય ત્યાં સુધી અપંગો પ્રત્યે કંઈ લક્ષ આપવાની જરૂર નથી, કારણ કે ગરીબીનો વિરાટ પ્રશ્ન એમ કંઈ રાતોરાત ઉકેલી શકાય એવો પ્રશ્ન નથી. બીજી બાજુ સમાજે એવું વલણ ન અપનાવવું જોઇએ કે અપંગોને માટે બધું કરો, ગરીબોતો શરીરે સશક્ત છે માટે તેઓ પોતાની મેળે પોતાનું ફોડી લેશે. જેવો પ્રસંગ, જેવી જરૂરિયાત એ પ્રમાણે અપંગો તથા ગરીબો બંને માટે સમાજે અને સરકારે યશાશક્ય કરતા રહેવું જોઇએ.
અપંગ વ્યક્તિ પૂર્ણ સશક્ત જેટલું કામ ન કરી શકે એ દેખીતું છે. એની આજીવિકાના પ્રશ્નો ઊભા થાય એ સ્વાભાવિક છે. કેટલાયને પોતાના સમાજમાં લાચારીભર્યું, કેટલીક વાર તો અપમાનજનક જીવન જીવવું પડે છે એ વાસ્તવિકતા છે. જે સમાજમાં અપંગ વ્યક્તિઓને બીજાની દયા ઉપર જીવવાનો વારો આવે એ સમાજ સ્વસ્થ અને સમજદાર ન ગણાય. અપંગો પણ સ્વમાનભેર પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકતા હોય અને પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવતા હોય એ સમાજ સ્વસ્થ અને સમજદાર સમાજ છે એમ અવશ્ય કહી શકાય. આમ છતાં “અપંગો માટે “બિચારા' શબ્દ કુદરતી રીતે ઘણાથી બોલાઈ જાય છે. એમ બનવું સ્વાભાવિક છે. જેમ અસહાય નાના બાળક માટે સ્વાભાવિક ઉદ્ગારો નીકળે છે તેમ અપંગો માટે નીકળે છે. એમાં કરુણાનો અને માનવતાનો કુદરતી ભાવ રહેલો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org