________________
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ
પત્રકાર તરીકે
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વ્યવસાયે પત્રકાર નહોતા, પણ પત્રકારત્વ એમના જીવનમાં ઘણી સારી રીતે વણાઈ ગયેલું હતું. જીવનના અંત સમયે, કેન્સરની બીમારી પછી મરણ પથારીએથી, અવસાનના થોડા દિવસ પહેલાં એમણે “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીલેખો લખ્યા હતા. એમાં એમણે મૃત્યુ સમયની પોતાની સંવેદનાઓને પ્રેરક શબ્દદેહ આપ્યો હતો. તંત્રી તરીકેની એમની સંનિષ્ઠા જીવનના અંતિમ દિવસ સુધી રહેલી હતી.
ચીમનભાઈનો જન્મ ઈ. સ. ૧૯૦૨માં માર્ચની ૧૧મી તારીખે સૌરાષ્ટ્રમાં લીંબડી ગામે થયો હતો. તેમણે શાળા અને કોલેજનો અભ્યાસ મુંબઈમાં બાબુ પનાલાલ હાઇસ્કુલમાં તથા એલ્ફિન્સ્ટન કોલેજમાં કર્યો હતો. બી.એ. અને એમ.એ.માં એમણે ફિલસૂફીનો વિષય લીધો હતો.. ત્યારપછી એમણે કાયદાનો અભ્યાસ કરી એલએલ.બી ની પરીક્ષા પાસ કરી હતી. આથી તેમને તર્કસંગત રીતે વિચારવાની, બોલવાની અને લખવાની ઘણી સારી ફાવટ આવી ગઈ હતી. વળી કાયદાના અભ્યાસને લીધે એમની ભાષામાં શબ્દેશબ્દની ચોકસાઇની ચીવટ પણ આવી ગઈ હતી.
યુવાન વયે વ્યવસાય કરવા સાથે જાહેર જીવનમાં એમણે ઝંપલાવ્યું હતું. પોતાની જ્ઞાતિમાં અને સ્થાનકવાસી સંપ્રદાયમાં એમણે મહત્ત્વની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ તે ઉપરાંત કોંગ્રેસની આઝાદી માટેની લડતમાં પણ એમણે ભાગ લેવો શરૂ કર્યો હતો. એ દિવસોમાં એમના વતન લીંબડીમાં જે આંદોલન ચાલ્યું અને લોકો હિજરત કરી ગયા તે વખતે એમણે “Lawless Limbdi’ નામની પુસ્તિકા લખી હતી. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org