________________
આતંકદર્શ પાપ કરતો નથી
૩૯
કોઈને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી જાય છે અને ફરી જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે. પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં એકસરખી નથી હોતી. એટલે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની અને અટકવાની શકિત સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુતઃ એક જીવના જીવનકાળમાં પણ એમાં ચઢઊતર થવાનો સંભવ રહે છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જીવમાં પાપને સમજવાની સાચી દષ્ટિ આવી ત્યાં જ એવાં પાપોથી અટકવાની પ્રવૃત્તિનાં બીજ વવાઈ જાય છે.
પાપને સમજીને ન કરનારા માણસો પણ અધમ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છે:
राज्यदण्डभयात् पापं नाचरत्यधमो जनः । परलोकभयाद् मध्यः स्वभावादेय उत्तमः ॥ .
જે જીવો રાજ્યદંડના ભયથી પાપાચરણ કરતા નથી તે અધમ પ્રકારના છે. જે પરલોકના ભયથી પાપ નથી કરતા તે મધ્યમ પ્રકારના છે. જે જીવો સ્વભાવથી જ પાપ કરતા નથી અથવા પાપ કરવાનો જેમનો સ્વભાવ જ નથી તે ઉત્તમ પ્રકારના છે. આતંકદર્શ જીવો આવા ઉત્તમ પ્રકારના જીવો છે.
જૈન ધર્મ પ્રમાણે, નિશ્ચય નયની દષ્ટિએ, તમામ પાપ પ્રવૃત્તિઓને મુખ્ય બે વિભાગમાં વહેંચી નાખવી હોય તો કહી શકાય કે પાપ બાંધવાનાં મુખ્ય બે સ્થાનક છે : એક રાગ, અને બીજો દ્વેષ. રાગદ્વેષની પરિણતિ એટલે પાપપ્રવૃત્તિ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે : ___ जीवाणं दोहिं ठाणेहिं पावकम्मं बंधई, तं जहा-रागेण चेव, दोसेण વેવ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org