________________
૩૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી મોત આવે તો સારું. મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો માણસ દુઃખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે.
જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ અનુભવે છે. એનો અર્થ એ થયો છે કે દરેકે પોતાનું દુઃખ પોતે જ ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતા નથી કે કોઈ પોતાનું દુઃખ ઊછીનું લઈ શકતા નથી. બીજાઓ દુ:ખમાં સહભાગી થઈ શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહારુ દષ્ટિએ કોઈક બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર તો પોતાનાં કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કહ્યું છે કે જે સંય qજુ રોડ કુતરવું પોતાની જે શારીરિક વેદના છે તે બીજા કોઈ લઇ શકતા નથી. નરકગતિમાં તો કોઈની સહાય કે સહાનુભૂતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ અશુભ કર્મનું જ પરિણામ છે એમાં કશી શંકા નથી. કર્મ કોઈને છોડતું નથી. માટે જ કહ્યું છે કે ડાઇ માપ ને અસ્થિ મોવો . ( રેલાં કર્મમાંથી કોઇનો છૂટકારો નથી.)
માણસ જો આતંકદર્શી બને એટલે કે દુ:ખના સ્વરૂપને બરાબર ઓળખે તો સહજ રીતે જ એને દુઃખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં દુઃખો સંસારમાં છે અને તેની પાછળ ક્યાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત છે એ એને સમજાય છે. એવાં કોઈપણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા નથી, પોતાને માથે એવાં કોઈ દુઃખ ન પડે એવી વૃત્તિ અને દષ્ટિ રહે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિરમી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org