________________
૮૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
એમના પર પ્રસન્ન હતાં અને એમને સહાય કરતાં. શ્રી પદ્માવતીદેવીની જે પ્રતિમા તેઓ પોતાની સન્મુખ રાખીને આરાધના કરતા એ પ્રતિમાનાં દર્શન ભટ્ટીની પોળના ઉપાશ્રયમાં આજે પણ કરી શકાય છે.
શ્રી વીરવિજયજી મહારાજનો દીક્ષાપર્યાય ૬૧ વર્ષ જેટલો હતો. એમણે પહેલી કૃતિની રચના લગભગ પચીસ વર્ષની ઉંમરે કરી હતી. લગભગ સાડા પાંચ દાયકા જેટલા પોતાના કવનકાળમાં એમણે વિવિધ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમાં રાસ જેવી સુદીર્ઘ કૃતિઓ છે અને સ્તવન જેવી નાની રચનાઓ પણ છે. એમણે પૂજાઓ, ઢાળિયા, બારમાસ, વિવાહલો, વેલી, લાવણી, ગહુલી, હરિયાળી, છત્રીસી, દૂધ, સ્તવનો, સઝાય, ચૈત્યવંદન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. રાસ કૃતિઓમાં એમણે સુરસુંદરી રાસ, ધમેિલ રાસ અને ચંદ્રશેખર રાસની રચના કરી છે. પૂજાઓમાં એમણે અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવ્વાણુ પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા અને પંચકલ્યાણકની પૂજા રચી છે. એમણે રચેલી સ્નાત્રપૂજા આજે પણ રોજે રોજ જિનમંદિરોમાં ગવાય છે. તદુપરાંત એમણે “યૂલિભદ્રની શિયળવેલ” “હિતશિક્ષા છત્રીસી'ની રચના કરી છે અને વિવિધ પ્રસંગોત્સવનાંઢાળિયાંની રચના કરી છે. એમની મનોહરપ્રાસસંકલનાવાળી, લયબદ્ધ પંક્તિઓવાળી રચના સુગેય અને તરત જીભે ચડી જાય અને હૈયે વસી જાય એવી છે. આથી જ શ્રી વીરવિજયજી મહારાજની પૂજાઓ રોજરોજ ક્યાંક ને ક્યાંક ગવાતી રહે છે.
આમ, ઓગણીસમા શતકના કવિઓમાં અને વિશેષતઃ જૈન ગૂર્જર કવિઓમાં પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org