________________
શ્રી માણિભદ્રવીરની સહાય મારા બાળપણના અનુભવો
દેવદેવીઓ છે એમ હું નિશ્ચિતપણે માનું છું. દેવદેવીઓ સહાય કરી શકે છે અને કરે છે એવી મને પૂરી શ્રદ્ધા છે. મને પોતાને એવા કેટલાક અનુભવો થયા છે. જીવોની શુભાશુભ કર્મ અનુસાર ગતિ અને દેવવીઓની સહાય એ બંનેનો મેળ કેવી રીતે બેસે એ વિષયને સૂક્ષ્મ દષ્ટિથી જો સમજવામાં ન આવે તો ગેરસમજ થવાનો સંભવ છે.
સ્વર્ગ જેવું કંઈ છે કે નહિ, દેવદેવી-દેવતાઓ છે કે નહિ એ વિશે ભગવાન મહાવીર સ્વામીના સાતમા ગણધર શ્રી મૌર્યપુત્રને શંકા થઈ હતી અને ભગવાને એમની શંકાનું સમાધાન કરાવ્યું હતું. એથી શ્રી મૌર્યપુત્રને પ્રતીતિ થઈ હતી કે સ્વર્ગ છે અને દેવતાઓ પણ છે. ગણધરવાદ' ગ્રંથમાં એ વિશે જોઇ જવાથી આ વાતની ખાતરી થશે.
મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતાએ ચાર ગતિમાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. દેવગતિમાં ઉદ્ભવતાંની સાથે દેવોને અવધિજ્ઞાન હોય છે. દેવોને વૈક્રિય શરીર હોય છે અને વૈક્રિય લબ્ધિ હોય છે. એ વડે તેઓ ઝડપથી ગતિ કરી શકે છે, અદશ્ય થઈ શકે છે, વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે અને ચમત્કારિક રીતે સહાય પણ કરે છે. એટલે અંશે દેવગતિમાં મનુષ્યગતિ કરતાં વિશેષતા રહેલી છે. પરંતુ દેવગતિમાં ત્યાગવૈરાગ્ય નથી. કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું ફક્ત મનુષ્યગતિમાં જ શક્ય છે. એ દષ્ટિએ મનુષ્યગતિ દેવગતિ કરતાં ચડિયાતી છે. એટલે જ દેવો પણ માનવભવને ઝંખે છે.
તીર્થંકર પરમાત્માની ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. એમાં અભિલાષા માત્ર મોક્ષની હોવી જોઈએ. એમના જેવું વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની લગની લાગવી જોઇએ. તીર્થંકર પરમાત્માની ભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org