________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી
બાલપણાથી સાહેબે રે, ઉછેરી મોટો કી રે; માય તાત તેણી પરે રે, મુજને ર્યો ઉપગાર રે. રંગ કહીને કુણ બોલાવશે રે, કોને પૂછીણ્યું વાત રે; ગહન અરથ ગુરુજી કહે રે, સાંભળી સંશય જાય રે
શ્રી વીરવિજયજીના કાળધર્મ પછી એમની પાટે એમના શિષ્ય શ્રી રંગવિજયજીનેવિ. સં. ૧૯૦૮ના આસો માસનીવિજયાદશમીને દિવસે ગુરુવારે સ્થાપવામાં આવ્યા હતા. આ શ્રી રંગવિજયજીએ પોતાના ગુરુવર્ય શ્રી વીરવિજયજી વિશે નિર્વાણ રાસની રચના વિ. સં. ૧૯૧૧ના ચૈત્ર સુદ પૂનમના દિવસે પૂરી કરી હતી.
ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં મહારાજશ્રીના કાળધર્મની દર માસિક તિથિએ ઘણાં શ્રાવક-શ્રાવિકા પોસહ કરતાં હતાં. વળી એ તિથિએ માણેક ચોકમાં હડતાલ પડતી હતી. એક વર્ષ પછી દર વાર્ષિક તિથિએ એ રીતે ભક્તો પૌષધ કરતા રહેતા હતા. આ પરંપરા ઘણાં વર્ષ સુધી ચાલુ રહી હતી.
કાળધર્મના લગભગ છ મહિના પછી વિ. સં. ૧૯૦૯માં ભઠ્ઠીની પોળના ઉપાશ્રયની વાડીમાં એક “શુભ' બંધાવવામાં આવ્યું અને તેમાં મહારાજશ્રીનાં પગલાંની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. એ વખતે પંદર દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ પગલાંનાં દર્શન આજે પણ લોકો ભાવથી કરે છે. ભઠ્ઠીની પોળનો એ ઉપાશ્રય હવે વીરવિજયજીના ઉપાશ્રય તરીકે- વીરના ઉપાશ્રય તરીકે ઓળખાય છે.
શ્રી વીરવિજયજી મહારાજને શંખેશ્વર પાર્શ્વનાથમાં તથા શ્રી પદ્માવતી દેવીમાં ઘણી શ્રદ્ધા હતી. એમણે પોતે લખ્યું છે તે પ્રમાણે
ધ્યાનથી માસ દસ દોય વીત્યા'. આમ એક વર્ષ એમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ધ્યાન સતત ધર્યું હતું. એમની શ્રી પદ્માવતી દેવીની આરાધના પણ સતત ચાલુજ રહેતી. એમ કહેવાય છે કે શ્રી પદ્માવતીદેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org