________________
૧૨૩
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
જશે. માટે તેઓ કેમ્પ પૂરો થાય ત્યાં સુધી રોકાશે જ. ફાધરનો આગ્રહ એટલો બધો હતો કે કોઇ એમને સમજાવી શક્યું નહિ. તાવની ખબર પડતાં કોલેજના રેક્ટર ફાધર સન્માર્તિ કેમ્પમાં આવી પહોંચ્યા. એમણે જોયું કે ફાધર બાલાગેર તાવથી પથારીવશ છે. એટલે એમણે ફાધર બાલાગેરને વિનંતી કરી કે તેઓએ કૉલેજમાં પાછા આવી જવું જોઇએ. પણ ફાધર બાલાગેર એકના બે ન થયા. કલાક માથાકૂટ ચાલી હશે. ફાધર રેક્ટરને લાગ્યું કે ફાધર બાલાગેર એટલા બધા મક્કમ છે કે માનશે નહિ. માટે હવે બીજું શસ્ત્ર અજમાવવું પડશે. કૉલેજમાં પ્રિન્સિપાલની ઉપરની પદવી તે રેક્ટરની. ફાધર સન્માર્તિએ કહ્યું, ‘ફાધર બાલાગેર, હું તમને વિનંતી કરીને થાક્યો, પણ તમે માનતા નથી. હવે હું રેક્ટર તરીકે તમને આજ્ઞા કરું છું કે તમારે કેમ્પ છોડીને મારી સાથે મુંબઇ આવવાનું છે.’
ઉપરી ફાધરની આજ્ઞા થતાં એક શબ્દ બોલ્યા વિના અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફાધર પથારીમાં તરત બેઠા થઇ ગયા. બે મિનિટમાં પોતાની બધી વસ્તુઓ બેગમાં ગોઠવી લઇને તૈયાર થઇ ગયા અને ફાધર સન્માર્તિ સાથે મુંબઇ આવી ગયા. ઉપરીઓ પ્રત્યે ફાધર બાલાગેર કેવા આદરભાવવાળા અને વિનયવાળા હતા તે આ પ્રસંગ પરથી જોઇ શકાય છે.
ફાધર બાલાગેરે ઝેવિયર્સ કોલેજના આચાર્ય તરીકે ૧૯૪૯થી ૧૯૫૮ સુધી કામ કર્યું. ખ્રિસ્તી મિશનરી પાદરીઓની એક પ્રથા સારી છે કે કોઇપણ હોદ્દા પરની વ્યક્તિ જીવનના અંત સુધી એ હોદ્દા ઉપર જ રહે એવું અનિવાર્ય નથી. સામાન્ય રીતે પાંચથી નવ વર્ષ સુધી કોઇપણ ફાધર એ હોદ્દા પર રહે, પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયેલા ફાધરને બીજા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International