________________
ફાધર બાલાશેર
૧૨૧
હતો. પણ એમના આગમનથી કેડેટોનો ઉત્સાહ વધી ગયો. ફાધર વિદ્યાર્થીઓના અને કૉલેજના કામ માટે શારીરિક કષ્ટની પરવાનકરતા.
એક વખત ભર ઉનાળામાં વૈશાખ મહિનામાં ફાધરને બનારસ અને અલ્હાબાદમાં ત્યાંની યુનિવર્સિટીઓના કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું થયું. ઘણાએ કહ્યું કે આવી અસહ્ય ગરમીમાં તમારાથી જવાય નહિ. તમે વિદેશી છો. તમને ગરમી વધુ લાગશે.”
પરંતુ ત્યાં જવા માટે ફાધર દઢનિશ્ચય હતા. એ દિવસોમાં એરકંડિશનની સગવડ રેલવેમાં, યુનિવર્સિટીના અતિથિગૃહમાં કે હોટેલોમાં હજુ થઈ નહોતી. કાધર ગયા અને કાર્યક્રમોમાં હાજરી આપી પાછા આવ્યા. અમે પૂછ્યું, “ફાધર, તમને ગરમી કેવી લાગી? ફાધરે કહ્યું, “મને જરાય ગરમી લાગી નથી. ત્યાં ગરમી સખત પડતી હતી, પણ મેં મારો પોતાનો ઉપાય શોધી કાઢ્યો હતો. હું બહુખાતો નહિ. લીંબુનું તાજું બનાવેલું ઠંડું શરબત વધારે પીતો અને ખાસ તો દિવસમાં ચાર વખત ઠંડા પાણીથી નાહતો. એથી મને જરાય ગરમી લાગી નહિ.”
ફાધર કેવા ખડતલ હતા તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે. ફાધર બહારગામ કાર્યક્રમોમાં ભાગ લેવા ઘણું જતા. રેલવેમાં રિઝર્વેશન મળે ન મળે તેની બહુ દરકાર કરતા નહિ. ક્યારેક રિઝર્વેશન વગરના ડબ્બામાં રાતની મુસાફરીમાં બેસવાની જગ્યા મળી ન હોય તો નીચે કશુંક પાથરીને બેસી જતા. ફાધરમાં પોતાના પદની કે મોટાઈની જરા પણ સભાનતા નહોતી.
એક વખત ફાધર બાલાગેર વિદ્યાર્થી સાથે સમાજસેવા માટેના એક કેમ્પમાં જઈને રહ્યા હતા. પરંતુ એ ગીચ ગંદા વિસ્તારમાં રહેવાને કારણે ફાધરને સખત તાવ આવ્યો. બધાએ ફાધરને આગ્રહ કર્યો કે એમણે કૉલેજમાં પાછા ચાલ્યા જવું જોઈએ. પણ ફાધરે કહ્યું કે તાવ તો ઊતરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org