________________
૧૨૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૨
હું ત્યારે લેફટનન્ટ હતો. ફાધર બાલાગેર અમારા એન.સી.સી. કેમ્પની દર વર્ષે મુલાકાત લેતા અને બે દિવસ રોકાતા. સમાન્ય રીતે અન્ય કૉલેજના પ્રિન્સિપાલો જવલ્લે જ કેમ્પની મુલાકાત લેતા. ફાધર વાર્ષિક સ્પર્ધાઓના આગલે દિવસે આવી જતા. કૉલેજના બધા કેડેટોને અમે એકત્ર કરતા અને ફાધર તેઓને ઉદ્બોધન કરતા. બીજાને જશ આપવાની ફાધરની નીતિ રહેતી. તેઓ અમારા કંપની કમાન્ડરની અને ઓફિસરોની ભારે પ્રશંસા કરતા. કેડેટો ઉત્સાહી થઈ જતા અને પરેડ તથા બીજાં બધાં કામ ચીવટ અને ખંતપૂર્વક કરતા. અમને ઓફિસરોને ખાતરી થઈ ગઈ હતી કે ફાધરના આવવાથી જરૂર ફરક પડે જ છે.
એક વખત અમારો વાર્ષિક કેમ્પ દેવલાલીમાં હતો. ફાધર એ કેમ્પમાં આવવાના હતા. પરંતુ એમને બહારગામથી મુંબઇ પાછા આવતાં મોડું થઈ ગયું અને મુંબઈથી દેવલાલીની સવારની ટ્રેન તો નીકળી ગઈ. એ દિવસોમાં ટ્રેન ઓછી હતી. તેમાં પણ દેવલાલી સ્ટેશને ઊભી રહેનારી ટ્રેન તો એથી પણ ઓછી હતી. હવે કરવું શું? ફાધર વિમાસણમાં પડી ગયા. મુંબઇથી દેવલાલી સુધીનો મોટરકારનો રસ્તો ઘણો જ ખરાબ હતો. છથી આઠ કલાકે મોટરકાર પહોંચે. પણ મોટરકારની વ્યવસ્થા તરત થઈ શકે એમ નહોતી. કૉલેજની ઓફિસમાં કામ કરતા બ્રધર સાબાતે મોટરસાઇકલ ચલાવતા. ફાધર બાલાગેરે તેમને પૂછી જોયું કે મોટરસાઈકલ પર તેઓ તેમને દેવલાલી લઈ જઈ શકે કે કેમ? બ્રધરે કહ્યું કે રસ્તો ઘણો હાડમારીવાળો અને થકવનારો છે, છતાં ફાધરની આજ્ઞા થાય તો પોતે તેમને લઈ જવા તૈયાર છે. ફાધરને પાછળની સીટ પરબ્રધરના ખભા પકડીને બેસવાનું હતું. ફાધરે હિંમત કરી અને બ્રધરને કહ્યું કે પોતે દેવલાલી જવા તૈયાર છે. આઠ કલાકની મોટરસાઈકલ પર મુસાફરી કરીને ફાધર આવી પહોંચ્યા. એથી એમને ઘણો પરિશ્રમ પડ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org