________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી
વંદના, વંદના, વંદના રેજિનરાજકું સદા મોરી વંદના
અખિયન મેં અવિકારા, જિગંદા તેરી અખિયનમેં અવિકારા.
મનમંદિર આવો રે, કહું એક વાતલડી. અજ્ઞાની સંગે રે, રસિયો રાતલડી. રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી. કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે, મનમોહનજી.
આવી અનેક મનભર પંક્તિઓના રચયિતા શ્રી વીરવિજયજી મહારાજનો જીવનવૃત્તાંત પણ એવો જ રસિક છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી અને શ્રી દેવચંદ્રજી મહારાજ પછી જૈન પરંપરામાં લોકપ્રિય સાધુકવિ અને આત્મજ્ઞાની મહાત્મા તરીકે શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે. જૈનેતર પરંપરાના સમર્થ ભક્ત કવિ દયારામના ઉત્તર સમકાલીન શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળો અને અન્ય પ્રકારની રચનાઓ દ્વારા લોકોનાં હૈયા જીતી લીધાં છે. એમણે લખેલી સ્નાત્રપૂજા આજે લગભગ દોઢસો વર્ષથી રોજે રોજ સવારે હજારો જિન મંદિરોમાં ગવાય છે. એમણે લખેલા અષ્ટપ્રકારી પૂજાના દૂહા તથા શત્રુંજયના દૂહા પણ રોજેરોજ હજારો ભાવિકો હોંશથી બોલે છે. શ્રી વીરવિજયજી મહારાજે લખેલી સહજ, સરળ અને ભાવોર્મિથી સભર, ઉલ્લાસમય એવી કેટલીયે પંક્તિઓ હૃદયમાં વસી જાય એવી .
બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુ ભગવંત શ્રી શુભવિજયજી પાસેથી સુધારસની યોગક્રિયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા હતાં. પોતાના ગુરુ મહારાજ તરફથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org