________________
પંડિત કવિ શ્રી વીરવિજયજી
પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજની મનમાં સતત ગુંજતી રહે એવી નીચેની થોડીક નમૂનારૂપ પંક્તિઓ અનેક જૈનોએ સાંભળી હશે! જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત; અપભ ચરણ અંગૂઠો દાયક ભવજલ અંત.
લાવે લાવે મોતીશાહ શેઠ નવ જળ લાવે રે, નવરાવે મરુદેવાનંદ, પ્રભુ પધરાવે રે.
પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ પઈઠો.
આતમભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્તનુ જાઈ નારીપ્રેયને વળી કુલવટ ધર્મી ઘર્મ સખાઈ
સાઘારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ
વીર કુંવરની વાતડી કેને કહીએ? કેને કહીએ રે કેને કહીએ?
રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા, કેતકી જાઈ ને માલતી રે, ભમર કરે ઝંકાર વાલા.
રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજિયે એક તાળી, સખી આજ અનોપમ દિવાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org