________________
સાંપ્રત સહચિંતન -– ભાગ ૯
વાત્સલ્યભાવને કારણે એમણે પોતાનું ઉપનામ પણ ‘શુભવીર’ એવું રાખ્યું હતું.
૬.
શ્રી વીરવિજયજી મહારાજ વિશે કેટલીક આધારભૂત માહિતી મળે છે. એ માટે મુખ્ય બે કૃતિઓનો આધાર ઘણો જ મહત્ત્વનો છે. એક તે શ્રી વીરવિજયજી મહારાજે પોતે પોતાના ગુરુ મહારાજ શ્રી શુભવિજયજી વિશે લખેલી કૃતિ તે ‘શુભવેલી’ અને બીજી કૃતિ તે શ્રી વીરવિજયજીના કાળધર્મ પછી એમના શિષ્ય શ્રી રંગવિજયજીએ લખેલી પંડિત શ્રી વીરવિજય નિર્વાણ રાસ’. આ બે કૃતિઓ ઉપરાંત શ્રી વીરવિજયજીએ પોતે પોતાની કૃતિઓમાં કરેલા કેટલાક નિર્દેશો પણ માહિતી પૂરી પાડે છે. તદુપરાંત એમના સંપર્કમાં આવેલા સુબાજી ૨વચંદભાઇ જેચંદભાઇએ કેટલીક હકીકતો લખેલી અને ત્યારપછી મહારાજશ્રીના બીજા એક મુખ્ય ભક્ત શ્રી હીરાભાઇ પૂંજાશાના પુત્ર શ્રી ગિરધરભાઇએ પોતાના પિતા તથા દાદા પાસેથી જાણીને લખેલી કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે.
શ્રી વીરવિજયજી મહારાજનો જન્મ અમદાવાદમાં વિક્રમ સંવત ૧૮૨૯ના આસો સુદ ૧૦ના દિવસે શાન્તિદાસના પાડામાં થયો હતો. એ જગ્યા ઘીકાંટા પાસે આવેલી હતી. (હવે એ જગ્યા રહી નથી.) ત્યાં જજ્ઞેશ્વર (યજ્ઞેશ્વર) નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ વિજકોર (વિજયા) હતું. તેને એક પુત્રી હતી. એનું નામ ગંગા હતું. જજ્ઞેશ્વરને એક દીકરો હતો. તે બહુ દેખાવડો હતો. એનું નામ કેશવરામ હતું. બંને સંતાનો મોટાં થતાં, તેમને પરણાવવામાં આવ્યાં હતાં. કેશવરામનાં લગ્ન દહેગામની રળિયાત નામની એક બ્રાહ્મણ કન્યા સાથે થયાં હતાં.
કેશવરામનાં લગ્નની ચોક્કસ સાલ મળતી નથી, પરંતુ અઢાર વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી. એટલે લગ્ન થયાં ત્યારે એમની ઉંમર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org