________________
૧૪૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૨ નથી હોતી. સામુદાયિક કર્મ પણ દરેક વખતે એકાન્ત (સર્વથા) અશુભ જ હોય અથવા એકાન્ત શુભ જ હોય એવું નથી. તે શુભાશુભ પણ હોઈ શકે છે. જીવનમાં હર્ષ અને શોકના સામુદાયિક પ્રસંગો અનેક વાર આવે છે. આવાં સામુદાયિક કર્મ જ્યારે આ જન્મમાં કે અન્ય જન્મમાં ઉદયમાં આવે છે ત્યારે સાથે જ ભોગવવાં પડે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે એકત્ર થયેલા જીવો મન, વચન અને કાયાથી પોતપોતાની તરતમતા અનુસાર તે કર્મ બાંધે છે. એ સામુદાયિક કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે સામુદાયિક રીતે, પોતપોતાની તરતમતા અનુસાર, તથા કર્મ બાંધ્યા પછી થયેલા પશ્ચાત્તાપાદિ અનુસાર ભોગવવામાં આવે છે. એવાં સામુદાયિક કર્મભોગવતી વખતે જો સમતા ન હોય તો ફરી પાછાં નવાં શુભાશુભ સામુદાયિક કર્મ બંધાય છે. કર્મની ઘટમાળ આમ ચાલ્યા કરે છે. આઠ પ્રકારનાં કર્મમાં આયુષ્ય કર્મની બાબતમાં પણ એમ બને છે. એને કોઈ અટકાવી શકતું નથી. સામુદાયિક આત્મહત્યા કે સામુદાયિક સંલેખનાની બાબતમાં પણ આ રીતે સામુદાયિક કર્મ જ ભાગ ભજવી જાય છે.
સંસારની વિવિધતા અને વિચિત્રતા અનંત પ્રકારની છે. એનાં બધાં રહસ્યોને કોણ ઉકેલી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org