________________
સામૂહિક આત્મઘાત
કે પોલિસથી ગુપ્ત રીતે તે થાય છે. એવી ગુપ્તતા સાચવવાનું કેટલીકવાર આવશ્યક કે અનિવાર્ય હોતું નથી.
૧૩૯
સામુદાયિક જીવનવિસર્જનની ઘટનાનું સામાજિક કે મનોવૈજ્ઞાનિક દષ્ટિએ પૃથક્કરણ જુદી જુદી રીતે થઇ શકે છે. એનાં તારણો અને કારણોની ચર્ચા થાય છે અને આવી ઘટનાઓ ન બને તે માટેના ઉપાયો પણ વિચારાય છે. પરંતુ સામૂહિક આત્મઘાતની ઘટનાને સદંતર કાયમને માટે અટકાવી શકાશે એવું કહી શકાય નહિ. કયા સ્વરૂપે કેવી રીતે અને ક્યારે આવી ઘટના બનશે એ કળવું સહેલું નથી.
સામુદાયિક આપઘાતની કે જીવનાન્તની ઘટના શા માટે થાય છે એનું વિશ્લેષણ સામાજિક, આર્થિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક ઇત્યાદિ દષ્ટિએ થાય છે. જીવનની વર્તમાન સ્થિતિનો તીવ્ર અસહ્ય અસંતોષ અને ઉત્કટ લાગણીશીલતા એમાં મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. સામુદાયિક દેહવિલોપનની ઘટનાનું ધાર્મિક કે આધ્યાત્મિક દષ્ટિએ પણ વિશ્લેષણ થાય છે. કોઇક ધર્મ એને ઇશ્વરના શાપ તરીકે ઓળખાવે છે, તો કોઇક એને ભાગ્ય કે પ્રારબ્ધ તરીકે ઓળખાવે છે. જૈન તત્ત્વદર્શનની દૃષ્ટિએ એ સામુદાયિક કર્મનો ઉદય છે. જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે તે વ્યક્તિગત હોય છે અને સામુદાયિક પણ હોય છે. ચાર પાંચ માણસોએ ભેગા મળીને ચોરી કે ખૂન જેવું કર્યું હોય તો તેઓ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે. પાંચ પચીસ માણસે ભેગા મળીને તીર્થયાત્રા કરી હોય તો તેઓ સામુદાયિક શુભકર્મ બાંધે છે. યુદ્ધ વખતે લશ્કરના હજાર-બે હજાર સૈનિકો સામટો હુમલો કરે છે તો તેઓ સામુદાયિક કર્મ બાંધે છે. કોઇ ધાર્મિક ઉત્સવ વખતે હજાર બેહજાર માણસો સાથે બેસી એક સરખી તપશ્ચર્યા કે કોઇ ધાર્મિક ક્રિયા કરે છે તો તેઓ પણ સામુદાયિક કર્મ બાંધે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે દરેકના ભાવની તરતમતા એક સરખી
''
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International