________________
૧૩૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૨ યુવાન વયે, ભગવાન મહાવીર સ્વામીની અનુજ્ઞા લઈને વૈભારગિરિ ઉપર સંલેખના વ્રત કરીને પોતપોતાનો દેહ છોડ્યો હતો. સંલેખના વ્રત એક જ સમયે લેવાય, પરંતુ તેથી દરેકનો દેહ એક જ વખતે છૂટે એવું નથી. દરેકના શરીરના બળ ઉપર એનો આધાર રહે છે. (તાકિદષ્ટિએ વિચારીએ તો દરેકના આયુષ્ય કર્મ ઉપર એનો આધાર રહે છે.)
ઉપસર્ગો આવી પડતાં સાધુ ભગવંતોએ સામૂહિક અનશન સ્વીકારી લીધું હોય એવા પ્રસંગો પણ પુરાણોમાં અને ઇતિહાસમાં નોંધાયા છે. દક્ષિણ ભારતમાં જૂના વખતમાં રાજકીય ઉથલપાથલની સાથે ધાર્મિક વિગ્રહ જ્યારે થયો હતો ત્યારે ઠેર ઠેર કેટલાયે દિગંબર મહાત્માઓએ સામૂહિક સંલેખનાબત સ્વીકારી લીધું હતું. બે હજાર વર્ષ પૂર્વે એક આચાર્ય પોતાના શિષ્યો સાથે ગંગા નદીના કિનારે વિહાર કરતા હતા અને બહુતરસ્યા થયા હતા. પાસે જ નદીનું પાણી હતું. પરંતુ તેમને ખપે એવું જળ વહોરાવનાર કોઈ નહોતું એટલે તે સર્વેએ સામૂહિક સંલેખના વ્રત અંગીકાર કરીને પોતાના દેહનું વિસર્જન કર્યું હતું.
સ્વેચ્છાએ દેહનું વિસર્જન કરવાનું ફક્ત જૈનોમાં જ છે એવું નથી. અન્ય ધર્મમાં પણ યોગી મહાત્માઓએ જળસમાધિ, ભૂમિસમાધિ કે અગ્નિસમાધિ લીધી હોય એવી ઘટનાઓ પણ બનતી રહી છે. અનશન દ્વારા દેહ છોડનારાઓ પણ છે. પૂ. વિનોબાજીએ કે પૂ.મોટાએ શરીરનું પોષણ અટકાવી સ્વેચ્છાએ દેહનું વિસર્જન કર્યું હતું.
વ્યક્તિગત આપઘાત વ્યક્તિગત કારણો અને સંજોગોને લીધે જ્યારે થાય છે ત્યારે સામાન્ય રીતે તે એકાંતમાં ગુપ્તપણે થાય છે. કોઈ ચેતવણીરૂપે ઉશ્કેરાટપૂર્વક થતો આપઘાત કેટલીકવાર બીજાંઓની સમક્ષ થાય છે. જાહેર અન્યાયની સામે વિરોધ પ્રદર્શિત કરવા થતો વ્યક્તિગત આપઘાત પ્રાયઃ જાહેરમાં થાય છે. સામુદાયિક આપઘાતમાં સમુદાય ઉપસ્થિત હોવાથી તે ખાનગી કે ગુપ્ત હોતો નથી, પણ અન્ય સમુદાયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org