________________
સામૂહિક આત્મઘાત
૧૩૭
ઊંચેથી પડતી વખતે છોકરાંઓને પણ ધક્કો માર્યો હોય! આવાસામૂહિક આપઘાતમાં દુઃખમુક્તિસિવાય બીજો કશો વિચાર નથી હોતો. દુઃખ પણ ક્યારેક હોય તેના કરતાં માની લીધેલું વધુ હોય છે. ચિત્તની વ્યગ્રતા જ ત્યારે વધુ ભાગ ભજવી જાય છે. આપઘાતની એ પળ જ ચાલી જાય છે તો પછી તેનો આવેગ પણ શાન્ત થઈ જાય છે. પછી તો આપઘાત કરવાનો વિચાર પણ નીકળી જાય છે.
સ્વેચ્છાએ થતી જીવનસમામિ અચાનક જ થાય એવું નથી. ક્રમિક જીવનસમાપ્તિ પણ કરી શકાય છે. પોતાના દેહનું પોષણ અટકાવી દઈને જીવન પૂરું કરી શકાય છે. અનશન (ખાવું નહિ) દ્વારા જીવન પૂરું કર્યાના ઘણાં ઉદાહરણો જોવા મળે છે. પશુ સૃષ્ટિમાં અચાનક આપઘાત કરવાની પ્રક્રિયા જોવા નથી મળતી, પણ કૂતરું, બિલાડી વગેરે પ્રાણીઓએ સ્વેચ્છાએ હેતુપૂર્વક ખાવાનું બંધ કરીને પોતાનું જીવન પૂરું કરી નાખ્યું હોય એવા બનાવો જોવા-સાંભળવા મળે છે.
જૈન ધર્મમાં “સંલેખના' નામની ધર્મક્રિયા છે જેમાં દેહને પોષણ આપતું અટકાવીને જીવનનું સ્વેચ્છાએ ઘર્મબુદ્ધિથી, આધ્યાત્મિક દષ્ટિથી વિસર્જન કરવાનું હોય છે. અનશન ( ઉપવાસ) કરી દેહત્યાગ કરવાનાં ઉદાહરણો જૈન ધર્મમાં અનેક છે. પ્રત્યેક તીર્થંકર ભગવાન છેલ્લે કેટલાક દિવસનું અનશન કરીને, પોતાનો દેહત્યાગ કરીને નિર્વાણ પામે છે. અનશન કે સંલેખના એ આપઘાત નથી. એમાં કોઈ દુઃખ કે આઘાત હોતાં નથી. માટે તે અમંગળ ગણાય નહિ. કાયદાની દષ્ટિએ આપઘાત ગુનો છે, સંલેખના કે સંથારો એ ગુનો નથી. એમાં ઉચ્ચતર ધ્યેયનો હર્ષપૂર્વક જાહેર સ્વીકાર છે. એમાં મૃત્યુ મંગળમય, મહોત્સવમય હોય
બે અથવા બે થી વધારે વધુ વ્યક્તિઓ એક સાથે સંલેખના વ્રત લે એવા દાખલા પણ જૈન ધર્મમાં મળે છે. ધન્ના (ધન્યકુમાર) અને શાલિભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org