________________
૧૩૬
સાંપ્રત સહચિંતન -- ભાગ૯
નથી આવતો. જૂના વખતમાં એક સાથે ઘણા બધા યુવાનો યુદ્ધના મોરચે આવી રીતે મરણિયા થઈ કેસરિયાં કરવા નીકળી પડતા. રજપૂતાણીઓ જૌહર (યમગૃહ ઉપરથી આવેલો શબ્દ) કરતી, એટલે કે તેઓ અગ્નિકુંડ તૈયાર કરી, સૌભાગ્યવતીના શણગાર સજી તેમાં બળી મરતી. પતિ તો કેસરિયા કરવા નીકળી પડ્યો છે. એનું મોત નિશ્ચિત છે. પોતે જીવતી રહેશે તો વિધવા થવાની છે એ નિશ્ચિત છે. માટે શત્રુના હાથમાં જવા કરતાં જીવનનો અંત આણવો તે વધુ યોગ્ય પગલું છે એમ સમજી શણગાર સજી, ધર્મબુદ્ધિથી જૌહર કરવા તૈયાર થતી. આવી રીતે ઘણી સ્ત્રીઓ એક સાથે પોતાના જીવનનો અંત લાવતી. સામૂહિક આત્મઘાતની આવી ઘટનાઓમાં અમંગળ ભાવિમાંથી મુક્ત થવા માટે વિચારપૂર્વક આત્મવિલોપન કરવાનું ધ્યેય રહેતું. અલબત્ત, એમ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની અપેક્ષા રહેતી. કેટલાયે રજપૂતો કે રજપૂતાણીઓ એમાંથી છટકવાનો પ્રયત્ન પણ કરતા. કેટલીક વાર આત્મઘાત માટે પોતાની તૈયારી ન હોય, પણ દેખાદેખીથી એવો ભાવ જાગ્રત થઇ જતો. ઈતર સામૂહિક પ્રવૃત્તિઓમાં જેમ અનાયાસ બળ અને ઉત્સાહ પ્રગટે છે તેમ આવા સામૂહિક આત્મવિલોપનમાં પણ થાય છે.
દુઃખની, વ્યથાની અતિશયતાથી નિરાશ અને નિષ્ફળ થયા પછી તેમાંથી છૂટવાના એકમાત્ર ઉપાય તરીકે આત્મઘાત કરવાનો વિચાર કેટલાક અત્યંત સંવેદનશીલ માણસોને આવતો હોય છે. એવી વ્યક્તિ પોતાની જેમ જદુઃખ અનુભવતી બીજી વ્યક્તિનો આત્મઘાત માટે સંગાથ શોધે છે અથવા બીજાને તે માટે તૈયાર કરે છે અથવા તેને ફરજ પાડે છે. પતિના ત્રાસથી હતાશ થઇ ગયેલી કોઈ સ્ત્રી પોતાના બે ત્રણ નાનાં બાળકો સાથે આપઘાત કરે છે ત્યારે બાળકોને આપઘાત કરવાનો વિચાર કે ભાવ નથી હોતો, પણ મા કહે એમ કરવા તે તૈયાર થાય છે અથવા માએ કહ્યું પણ ન હોય, માત્ર ઝેર પીવડાવી દીધું હોય અથવા કૂવામાં કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org