________________
સાંપ્રત સહચિંતન -– ભાગ ૯
જઇને એમણે કાયમ માટે વસવાટ કરવાનો હતો. પરંતુ ઉપરી અધિકારીઓનો હુકમ થયો એટલે તેઓ હિંદુસ્તાનમાં આવીને રહ્યા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત બ્રિટન અને જર્મની વચ્ચે થઈ. એ દિવસોમાં અમારી ઝેવિયર્સ કૉલેજમાં મુખ્યત્વે જર્મન પાદરીઓ હતા, પણ રખેને તેમાંથી કોઇ જાસૂસી કરે અથવા બ્રિટિશવિરોધી લાગણી ફેલાવે અથવા લોકોની આઝાદી માટેની લડતને નૈતિક ટેકો આપે એવા વહેમથી જર્મન પાદરીઓના હિંદુસ્તાનમાં આવવા પર બ્રિટિશ સરકારે નિયંત્રણો મૂક્યાં હતાં. ત્યારથી સ્પેનના પાદરીઓ ઝેવિયર્સ કૉલેજમાં આવવા લાગ્યા. થોડાં વર્ષમાં તો ઝેવિયર્સ કોલેજમાં સ્પેનના પાદરીઓની બહુમતી થઇ ગઇ. એ ગાળામાં ફાધર બાલાગેર હિંદુસ્તાન આવ્યા હતા. તેઓ ઝેવિયર્સ કોલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે જોડાયા હતા. બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત અને ભારતમાં બ્રિટિશ સરકારની નીતિ ન બદલાઇ હોત તો કદાચ ફાધર બાલાગેર ભારતમાં આવ્યા હોત કે કેમ તે પ્રશ્ન છે.
૧૧૦
ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી ફાધરે મુંબઇના રોમન કેથોલિક ખ્રિસ્તીઓના ‘વિકાર જનરલ' તરીકે કામ કર્યું. ત્યારપછીથી ૧૯૪૯માં તેઓ ઝેવિયર્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા.
ઝેવિયર્સ કૉલેજના વિનયન શાખાના દરેક વિષયમાં બી.એ.માં કૉલેજમાં પ્રથમ આવનાર અને એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થીને બે વર્ષ માટે ફેલોશિપ મળતી હતી. બી.એ.માં ૧૯૪૮માં કૉલેજમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવાને પરિણામે ગુજરાતી વિષયની ફેલોશિપ મને મળી હતી. ફેલો તરીકે મારી નિમણૂંક થઇ ત્યારે ફાધર કોઇન (Coyne) અમારા આચાર્ય હતા. બીજે વર્ષે, ૧૯૪૯માં ફાધર બાલાગેરની નિમણૂંક આચાર્ય તરીકે થઇ. ફાધર બાલાગેરે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International