________________
શ્રી માણિભદ્રવીરની સહાય
૮૫
‘આપણે મનુષ્ય છીએ અને દેવો આપણાં કરતાં ઊતરતી કોટિના છે. એવાં દેવદેવીની સહાય આપણે કેમ લેવી ? સાધુભગવંતો સર્વવિરતિમય છે. એમનાથી અવિરતિમય દેવોની ઉપાસના કેમ થઇ શકે?’ આવા આવા મત પણ પ્રવર્તે છે. પરંતુ આવા મતોને પણ એકાંતે ન પકડી રાખતાં, ભિન્નભિન્ન અપેક્ષાએ સમજવાનો પ્રયાસ કરવો જોઇએ.
દેવદેવીઓએ સહાય કરી હોય એવી ચમત્કારિક ઘટનાઓ વિશે વારંવાર સાંભળીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ પૂર્વપ્રયોજિત હોય છે, બીજાને ભરમાવવા માટેની બનાવટ હોય છે, દષ્ટિભ્રમરૂપ હોય છે. ભોળા લોકોને છેતરવા માટે જાદુગરો કે લેભાગુ સાધુસંન્યાસીઓ એવા ચમત્કારો બતાવે છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓ કાકતાલીય ન્યાયે આકસ્મિક જેવી હોય છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓના મૂળમાં તપાસીએ તો તેની પાછળ કોઇક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે અને એ જાણનારા સર્વ કોઇ ધારે તો એવો ચમત્કાર બતાવી શકે છે. આમ સકારણ સમજાવી શકાય એવી ચમત્કારરૂપ દેખાતી ઘટનાઓ વારંવાર બનતી હોવાછતાં એવી પણ કેટલીયે ઘટનાઓ બને છે કે જેમાં દેવદેવીની સહાય છે એમ માનવા માટે મન પ્રેરાય છે.
મારા જીવનમાં શ્રી માણિભદ્રવીરનું સ્થાન ઠેઠ બાલ્યકાળથી અનાયાસ રહ્યું છે. (ત્યારપછી અન્ય દેવદેવીનું સ્થાન પણ રહેલું છે.) અહીં શ્રી માણિભદ્રવીરના અનુભવો મને બાલ્યકાળમાં જે થયા હતા તે વિશે થોડીક વાત કરીશ.
ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં. અમારા વતન પાદરા (જિ. વડોદરા)માં શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો રહ્યો હતો, જે આજ દિવસ સુધી ઓછેવત્તે અંશે ચાલુ જ રહ્યો છે. પાદરામાં શ્રી માણિભદ્રવીરનું જુદું સ્થાનક હતું. પાદરામાં ત્યારે જૈનોની વસતી પ્રમાણમાં ઘણી સારી હતી. જૈનોનો વસવાટ મુખ્યત્વે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org