________________
૮૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
નવઘરી, લાલ બાવાનો લીમડો, દેરાસરી વગેરે વિસ્તારમાં હતો. લોકો એકંદરે બહુ સુખી હતા અને જાહોજલાલીનો એ કાળ હતો. દેરાસરી નામની શેરીમાં શ્રી શાન્તિનાથ ભગવાને ઊંચા શિખરવાળું લગભગ બસો વર્ષનું પ્રાચીન દેરાસર છે. નવઘરીના નાકે ત્યારે જૂનો ઉપાશ્રય હતો. (હાલ ત્યાં નવો ઉપાશ્રય થયો છે.) આ ઉપાશ્રયને અડીને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક હતું. આ સ્થાનકમાં એક ભોંયરું હતું જે સીધું દેરાસરમાં નીકળતું. અમે નાના હતા ત્યારે આ ભોંયરું જોયેલું. ભોંયરું ત્યારે વચ્ચેથી પુરાઈ ગયું હતું એટલે બંને છેડેથી થોડે સુધી જવાતું. હાથમાં દીવો લઈ થોડે સુધી જઈએ ત્યાં, હવાની અવરજવર ન રહી હોવાથી, ગૂંગળામણ અનુભવાતી. આગળ જવામાં જોખમ રહેતું.
મારા પિતાશ્રીના કહેવા પ્રમાણે એમના બાલ્યકાળમાં એમણે આ સ્થાનકમાં રહેતા શ્રી ધનરાજજી નામના મારવાડી યતિને જોયેલા. (પિતાશ્રીને હાલ ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે.) યતિ આહારશૌચાદિ માટે બહાર જતા, પરંતુ રહેતા આ સ્થાનકના એક વિશાળ ઓરડાના એક ભાગમાં. તેઓ આરાધના કરતા. કાળી ચૌદશની રાતે મોટો ઉત્સવ થતો. થાળ ધરાવવામાં આવતા. ભક્તિ થતી. પૂજન થતું. આ સ્થાનકને સાચવનારા એ છેલ્લા યતિ હતા. એમના સ્વર્ગવાસ પછી સ્થાનકનો ઓરડો સંઘની માલિકીનો થયો. આ સ્થાનક જ્યારે સ્થપાયું હશે એનો સવિગત ઈતિહાસ મળતો નથી. પરંતુ અઢારમા- ઓગણીસમા સૈકામાં
જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુ- સાધ્વીઓની અવરજવર વધુ હતી અને જ્યારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હશે ત્યારે આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું એ વાતની સાબિતી રૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય પછી રોજ સવાર-સાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. વીજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org