________________
શ્રી માણિભદ્રવીરની સહાય
થતો. ઉત્સવ પ્રસંગે ઘણા દીવા થતા કે જેથી ચારે બાજુપ્રકાશ પથરાયેલો રહેતો.
હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી. એટલે અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે તો અંદર ઘોર અંધારું થઈ જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય. રાત્રે તથા દિવસે ઘણુંખરું બંધ રહેવાને કારણે, અંધારાને લીધે એમાં ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ચામાચીડિયાંની બીક લાગતી નહિ.
જે કોઈને શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવા હોય તે બારણું ખોલી દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ લગાડેલા હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહિ, એટલે કશું ચોરાઈ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો. સાંકળ વાસવી રહી ગઈ હોય તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય.સ્થાનકના બારણાંને તાળું ક્યારેય મારવામાં આવતું નહિ. એવી જરૂર પડતી નહિ.
શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રોનક હતી તેટલી પછી રહી નહોતી, તો પણ શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો હતો. પાદરામાં કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે. ગોરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org