________________
૧૨૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
-
-
-
-
ગોરા કાળા વચ્ચેનો કોઈ ભેદ રહેતો નહિ. તેઓ બધા સાથે પ્રેમથી હળીમળી જતા.
ફાધર બાલાગેરે પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી કેટલોક સમય ફાધર રેક્ટર તરીકે કામ કર્યું. ત્યારપછી એમણે સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું તે ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ૩૮મા આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કોંગ્રેસના મહામંત્રી તરીકેનું હતું. બે વર્ષ અગાઉથી દિવસરાત ફાધર એ કામમાં લાગી ગયા. એમની વ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ધદષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાની, દેશ-વિદેશના હજારો મહેમાનોને સુંદર પ્રતીતિ થઈ. કોઇપણ વ્યક્તિ એમને સહેલાઇથી મળી શકે અને દરેકની વાત તેઓ યાદ રાખે. એ દિવસોમાં ફાધરને થોડા દિવસ તાવ આવ્યો હતે, પરંતુ પથારીમાં સૂતાં સૂતાં પણ તેઓ વારાફરતી દરેકને બોલાવતા અને સૂચનાઓ આપતા. એવી જ રીતે ૧૯૬૯માં “ચર્ચ ઇન ઇન્ડિયા' નામના સેમિનાર વખતે પણ એમણે એવું જ સરસ કામ કર્યું હતું.
ફાધર બાલાગેરે પોતે મુંબઈમાં હતા ત્યાં સુધી સક્રિય પણ વિવિધ પ્રકારની જવાબદારી અદા કરી હતી. ૧૯૭૨માં એમને સિકંદરાબાદમાં પાદરીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી. ૧૯૭૨માં એમની દોરવણી હેઠળ સિકંદરાબાદમાં “અમૃતવાણી' નામનું “કોમ્યુ નિકેશન સેંટર' સ્થાપવામાં આવ્યું. ફાધરે એના સ્થાપક અને ડાયરેક્ટર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ૧૯૯૦માં તેઓ ઉંમર તથા તબિયતને કારણે એમાંથી નિવૃત્ત થયા.
ફાધર બાલાગેર ભારતમાં આવ્યા ત્યારથી જીવનના અંત સુધી તેઓ ભારતમાં જ રહ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી યુરોપથી અને તેમાં પણ ખાસ કરીને સ્પેનથી આવેલા ફાધરોને નિવૃત્ત થયા પછી પોતાના વતનમાં ફરજ સોંપવામાં આવે છે. એ રીતે કેટલાક ફાધરો નિવૃત્ત થઈને પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org