________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. ફાંસીની સજા ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસ ધોળે દહાડે બીજાનાં દેખતાં ખૂન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છૂપી રીતે કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઇ જવું અને પછી તે છુપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોનું કુદરતી લક્ષણ છે. પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર રહે છે. કોઇક વડીલ કે ધર્મગુરુ પાસે એકાન્તમાં ખાનગી રીતે પાપનો એકરાર કરનારા માણસો જાહેરમાં બધાં વચ્ચે એનો સ્વીકાર કરતાં સંકોચ અનુભવે છે. જેનું નિર્મળ જીવન જીવવાનું લક્ષ્ય છે તે પાપનો એકરાર કરતાં કે તે માટેનું પ્રાયશ્ચિત્ત કરતાં અચકાતો નથી, એમ કરવામાં તે પોતાની જામેલી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરતો નથી. પરંતુ બને છે એવું કે આવા નિર્દભ, નિખાલસ, માણસોની પ્રતિષ્ઠા ઊલટી વધે છે. કેટલાક એવા હોય છે કે પાપનો નિખાલસતાથી સ્વીકાર કરે છે. પરંતુ એવું પાપ ફરી આચરતાં તેમનું મન જરા પણ ક્ષોભ અનુભવતું નથી. એવા નિર્લજ્જ માણસો એકરાર કરે તો પણ શું અને ન કરે તો પણ શું ? તેઓ પાપને પાપ તરીકે જાણે છે, પરંતુ પાપના સ્વરૂપને સમજવા દ્વારા સંસારના સ્વરૂપને અને આત્માના સ્વરૂપને સમજતા નથી કે સમજવાની રુચિ ધરાવતા નથી.
૩૬
પુણ્યના ઉદયે ફરી પુણ્ય બંધાય કે પાપ બંધાય અને પાપના ઉદયે ફરી પાપ બંધાય કે પુણ્ય બંધાય, એ રીતે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એ ચૌભંગી પ્રમાણે જીવોનાં કર્મો બંધાતાં રહે છે. અલબ્નત, એમાં પણ ઘણી તરતમતા રહે છે. અશુભ કર્મના ઉદયે, દુ:ખના અનુભવ વખતે સમતાયુક્ત માધ્યસ્થભાવ ધારણ કરવાથી જીવની આત્મદશા ઊંચે ચડે છે. સ્થૂલ દૃષ્ટિએ જોતાં પુણ્ય કરતાં પણ પાપના ઉદય વખતે જીવની કસોટી થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org