________________
ઈતિહાસનું વિશ્વ-૨૫ ભલે લાગે પરંતુ પ્રાથમિક દશાના માનવજીવનના સંજોગોમાંથી એવા જ જવાબો દઈ શકાય તેવી જીવન દશા હતી. ગ્રીસમાં હોમર નામના આદ્ય કવિએ ત્યારે કહ્યું હતું કે શરૂઆતમાં જગતના આરંભસ્વરૂપમાં પૃથ્વીની આસપાસ શેષનાગ જેવી એક મોટી સાગરસરિતા ફરતી હતી. ભારતવર્ષમાં પણ જગતના રૂપને એવો જ જવાબ સંભળાતે હતો કે પૃથ્વીની નીચે એક મોટો સાપ તેને પિતાની ફણા પર ધારણ કરીને બેઠો છે.
આ સવાલને જ પારસીઓના ધર્મસ્તોત્રોમાં રજુ કરવામાં આવ્યો હતે. તથા આ જીજ્ઞાસાના સ્વરૂપનું સ્તોત્ર બનાવવામાં આવ્યું. આર્યાવર્તમાં આવેલા આર્યોએ પણ રૂક્વેદમાં આવી જીજ્ઞાસાનાં સુંદર સ્તોત્રો લખ્યાં છે. જગતના જન્મ વિષેની બાઈબલમાં લખાયેલી વાત જાણીતી છે. “આદૌ આપ, એવ આસિત”એવી જાતના આર્ય જમાનાનું ચિંતન પણ બાઈબલના એવા થન સાથે મળતું આવે છે. જગતના સ્વરૂપને ખ્યાલ ખરી રીતે તે વૈજ્ઞાનિક હોવો જોઈએ. માનવજીવનના વ્યવહારનો ખ્યાલ પણ વૈજ્ઞાનિક હોવો જોઈએ, એવી જાહેરાત ગ્રીસમાં એરિસ્ટોટલે અને ભારતમાં ગૌતમબુધે પહેલીવાર કરી. ત્યાર પછી ટેલેમીએ જગતના સ્વરૂપને અથવા પૃથ્વીને મધ્યબિંદુમાં રાખીને ગ્રહનક્ષત્રની ભાષામાં વિચારવાનો પ્રયત્ન કર્યો. કોપરનિકસે, કેપલરે અને ગેલિલીઓએ પૃથ્વીના સ્વરૂપની શોધને વિજ્ઞાનના પાયા પર મૂકી દીધી. જગત અને માનવજીવનની હકિકતો આ રીતે યુગયુગનાં ડહાપણ અને વૈજ્ઞાનિક પ્રકાશને ધારણ કરીને આગળ અને આગળ વધવા માંડી. પૃથ્વીના સ્વરૂપની વૈજ્ઞાનિક પારખ
પૃથ્વીના સાચા સ્વરૂપની વૈજ્ઞાનિક પારખ ૧૯મા સૈકામાં થઈ. આ સમયમાં ભૂસ્તરશાસ્ત્રનો આરંભ થયો. આ નવા વિજ્ઞાને પૃથ્વી પરની ટેકરીઓની આજુબાજુઓમાં ખડકનાં ભૂસ્તરેમાંથી એક પછી બીજા નીચે ઢંકાયેલી પૃથ્વીની કથાને વાંચવા માટે પૃથ્વીના પડને ખોતરવા માંડ્યાં. આ ભૂસ્તરમાં જળવાઈ રહેલા વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષે, તેમને હાથ લાગ્યા.
આ અવશેષોનાં એક સમયનાં જીવનસ્વરૂપે સાથે આ ભૂસ્તર વૈજ્ઞાનિકે એ શોધકબુદ્ધિ કામે લગાડી, અને જીવનનાં ભંડારાઈ ગએલાં રહસ્યો તેમણે ઉકેલવા માંડવ્યાં. આ ઉકેલ સાથે સમયની વીતી ગએલી અનંત સીમાઓનાં તેમને દર્શન થયાં. આ સમયનાં દર્શનમાં તેમને વ્યાપક બનેલાં એક સમયનાં જીવતાં અને પછી અવશેષ બની ગયેલાં વનસ્પતિ અને પ્રાણીઓનાં સ્વરૂપ દેખાયાં. સમયની વિશાળ તવારી, આ વિરાટ દેખાવને ધારણ કરીને એક વાર,