________________
વિક્રમ ૧૮ મું શતક ઋષિ લવજી.
૩૧
લેવામાં આવ્યો. આ વાતની સર્વને માલુમ થતાં થતીઓના આચાર પરથી તેમના સારા સારા ભકતોની પણ શ્રદ્ધા ઉડી ગઈ અને ઉલટા તેઓ સાધુમાગ બન્યા. જ્યારે છેવટે એમ લખેલ છે કે
દરિયાપુરી સમુદાયની એક પટાવળી એમ કહે છે કે શ્રીમાન લવજી | ઋષિ શ્રીમાન ધર્મસિંહજીને અમદાવાદમાં મળ્યા હતા. છ કોટી
આઠ કેટી સામાયિકના સંબંધમાં આયુષ્ય ટુટવાની માન્યતામાં; એમ કેટલીક બાબતોમાં બન્નેને વિચારો જુદા પડવાથી તેઓ ભેગા રહી શક્યા નહિ.' તેમાં જણાવ્યા પ્રમાણે શ્રી. લવજીના શિષ્ય સોમજી ઋષિના શિષ્ય કહાનજી ઋષિના નામને સમુદાય હાલ દક્ષિણમાં પ્રવર્તે છે. દક્ષિણ હૈદ્રાબાદમાં વિચરતા અલખ ઋષિ (કે જે
હમણાં સ્વર્ગસ્થ થયા) તે સમુદાયના છે. આમ લેકા ગચ્છથી જુદા - પડી જુદો ફાંટ-સમુદાય જેનાથી થયે તે લવજી ઋષિ સુરતના હતા એથી તેના સંબંધી વિસ્તારથી અત્ર કહેવામાં આવ્યું છે.
. ૪૬ ધર્મનું એક બંધારણ નહિ, તેમાં અગ્રણે એકની છત્ર છાયાળે વર્તવાને નિયમ નહિ, એક મંડળીના અવિભાજ્ય અંગ તરીકે (team-spirit થી) રહેવાની સંપત્તિ નહિ, મતભેદ તદ્દન નજીવા છતાં, અહમેવ થાપવાની મમત્વ બુદ્ધિ અને એકલવિહારીપણું કે બે ત્રણ સાથે જુદા થઈ ચાલી નીકળવું વગેરે કારણેથી ધર્મમાં અસંખ્ય ફાંટા, સંવાડા, પક્ષ, સમુદા પડી ગયા અને ધર્મ છિન્નવિભિન્ન થતા એ એ આખા ઇતિહાસની ગ્લાનિદાયક સ્થિતિ તરી આવે છે.