Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ બાવનમું ઉદાર વિક્રમ પૃષ્ઠ પર થી પ૭૩
પદ્માવતીના પ્રેમબંધને બંધાયેલા રાજા આગળ બીજી રાણીઓએ ફરિયાદ કરી. સ્ત્રીચરિત્રની કથા કહેતાં મઠક, પડ્યા અને રમાની કથા કહી સત્ય બતાવ્યું, કામલેલુ ધન્ય ખેડૂતની વાત સાંભળી તેને સુખી કર્યો. પ્રકરણ ત્રેપન–ચેપનમું રત્નમંજરી પૃષ્ટ પ૭૪ થી પલ્પ
ધન્ય શેઠની પત્ની તેમની વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામી. તેમની પાડોશમાં રહેતી રત્નમંજરી ધર્મપરાયણ હતી. તેણે ધન્ય શેઠ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રત્નમંજરી શેઠની સારા જેવી શુશ્રષા કરતી. તેની પ્રશંસા ચેતરફ થવા લાગી. તે મહારાજાને કાને આવી. મહારાજાએ પરીક્ષા કરવા વિચાર્યું.
મુસાફરને વેશ લઈ મહારાજા આવ્યા. રત્નમંજરીએ અતિથિસત્કાર કર્યો. અતિથિને રાત રહેવાની વ્યવસ્થા કરી આપી. મહારાજા રનમંજરી પતિની જે રીતે સેવા કરતી હતી તે જોઈ પ્રશંસા કરવા લાગ્યા. ત્યાં તે ચોર ચોરી કરવા આવ્યા. ચેરને જોતાં રત્નમંજરી આકર્ષાઈ ને ચોરને પિતાની ઈચ્છા પૂરી કરવા કહેવા લાગી. ચોરે વિવાહિત સ્ત્રી સાથે પતિ સામે કુકૃત્ય કરવા ના પાડી. એટલે રત્નમંજરીએ પતિને મારી નાખ્યો, પછી ભેગ માટે કહ્યું. ચોરે ને પાડતાં કાલે આવી ઈચ્છા પૂરી કરીશ કહ્યું આ જોઈ મહારાજા કોધે ભરાયા.
ચર જવા લાગ્યો. ત્યાં તે પ્રવેશદ્વાર તૂટી પડયું ને તે મરી ગયે ચેરને મરેલે જોતાં રત્નમંજરી રડવા લાગી. અવાજ સાંભળી બધાં ભેગા થયાં તેણે બધા સામે જૂઠી વાત કહી. ચિતા પર ચડવાની વાત કહી. બધા તેમ નહિ કરવા સમજાવવા લાગ્યા.