Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
બાપને વાટ્સ થઈ ન્યાયથી રાજ ચલાવે છે વિક્રમ અને રૂપચાર વચ્ચે મૈત્રીની ગાંઠ મજબૂત થતી જાય છે.
દસમ સર્ગ સમાપ્ત સર્ગ અગિયારમા પૃષ્ઠ પ૪૬ થી ૬૪૮ પ્રકરણ ૫૦ થી ૨૮ પ્રકરણ પચાસમું પૂર્વભવ પૃષ્ઠ ૫૪૬ થી ૫૫૩
મહારાજાએ આચાર્યશ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરને પિતાને પૂર્વભવ પૂ. આચાર્યશ્રીએ તેમને પૂર્વભવ કહોઃ ભદમાત્ર, અગ્નિશૈતાલ અને ખપર માટે પણ કહ્યું જે પ્રાયશ્ચિત્ત લેવાની આવશ્યકતા જણાવી. મહારાજાએ ગુરુદેવ સમક્ષ સમ્યફ આલોચના લીધી. અને પુણ્ય કર્મ કરવા લાગ્યા. સેજિનાલય ને એક લાખબિંબ ભરાવ્યા. પ્રકરણ એકાવનમું સમશ્યાપતિ પૃષ્ટ પપ૪ થી ૫૬૧
લક્ષ્મીપુરના રાજા અમરસિંહને શ્રીધર નામનો પુત્ર અને પદ્રાવતી નામની પુત્રી હતી. પદ્માવતી વિદ્વાન હતી. તેમને પોપટ પણ વિદ્વાન હતે.
પદ્માવતી યોગ્ય વયની થઈ, ત્યારે પોપટ સાથે ચર્ચા કરી દૂર દૂરના રાજકુમારને નિમંત્રણ આપ્યાં. ચારે દિશાએથી આવેલા રાજકુમારે ચારે દિશામાં બેઠા. તેમને જુદી જુદી સમસ્યાઓ પૂછવામાં આવી. તેને પૂર્ણ કરવા કહેવામાં આવ્યું. પણ બધા રાજકુમાર નિષ્ફળ ગયા.
કેટલાય દિવસો પછી પિોપટ, રાજકુમારી અને મંત્રીઓ વરની શોધમાં નીકળ્યાં, જ્યાં જતા ત્યાં સમશ્યા કહેતા પણ કઈ તેની પૂરી કરી શકતા નહિ, છેવટે તેઓ અવંતીમાં આવ્યા. પિપટે મહારાજાને બધું કહ્યું: વિક્રમાદિત્યે પાદપૂતિ કરી પદ્માવતી સાથે લગ્ન કર્યા.