________________
* !*
*
*
*
પ્રતિમા–પૂજન આ રીતે સમાધિથી માંડીને નિ:શ્રેયસ પર્વત, કલ્યાણની પરંપર રાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહતેનું પૂજન, અભિગમન, વંદન અને પર્યુષાસન આદિ ન્યાયયુક્ત છે.
શ્રી અરિહંતને તો પૂજનની જરૂર નથી, પરંતુ કલ્યાણ પરંપરાના. હેતુભૂત હોવાથી કૃતાર્થ એવા શ્રી અરિહંતની પૂજા આપણા માટે. અવશ્ય કર્તવ્ય છે."
શ્રી અરિહતેની પૂજા તેમના બિબેની પૂજા દ્વારા થઈ શકે છે. સંસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાયઃ આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી હોય છે. તેવા સર્વ જીને શાન્ત આકારવાની પ્રતિમા જોઈને કર્મને. ક્ષા પશમ થાય છે.
મયરને જોતાં સર્ષ–સમૂહ ભાગ ભાગ કરે છે તેમ શ્રી જિન પ્રતિ. _ માના દર્શનથી કર્મ સમૂહમાં ભારે નાસભાગ શરૂ થાય છે,
કર્મને ક્ષપશમ થવામાં શાસ્ત્રકારોએ દ્રવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરદેવને મનોહર બિબે એ ઉત્તમત્તમ દ્રવ્ય છે. શ્રી જિનમિંદર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતને કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકારના દ્રવ્યાદિની સામગ્રીથી થતી પૂજાથી મેહરૂપી. મળ કપાય છે અર્થાત મેહનીયાદિ કર્મ પ્રકૃતિઓને ઉપશમ, ક્ષયેપશમ કે ક્ષય થાય છે.
મોહનીયાદિને ઉપશમાદિ થવાથી ચિત્ત પ્રસન, સ્વચ્છ, નિર્મળ થાય છે.
ચિત્ત નિર્મળ થવાથી શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા પ્રગટ થાય છે. તેથી શ્રી જિનવચનનું શ્રવણ થાય છે અને શ્રવણથી સમ્યગૂ દર્શનાદિ. ગુણોને લાભ થાય છે.
સમ્યગ દર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરનારા આત્માઓને પણ શ્રી જિન પ્રતિમાનાં દર્શન, પૂજન, વંદનાદિ વડે પ્રમાદ વગેરે દૂર થાય છે, સંવેગ આદિ વધે છે અને શ્રી જિનગુણના ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અને એથી પરમ શમરસભાવની પ્રાપ્તિ થાય છે. [ આ રીતે શ્રી જિન પ્રતિમાની પૂજા-ભક્તિ, સ્તુતિ એ સ્વ–પર કલ્યાણકારી હોઈને નિત્ય કરવા ગ્ય છે.
મ
-
,=
-
-
- -