________________
પ્રતિમા–પૂજન
ભૂગોળના વિદ્યાર્થીને ૪૪૪ના નકશામાં આખી દુનિયા દેખાય છે આ હકીક્તને સ્વીકાર કરનાર, ભક્તિ માર્ગના પ્રવાસીને મૂર્તિમાં ભગવાન દેખાતા હોવાની હકીકતને સ્વીકાર કરવું જ પડે, તેજ તે ન્યાય બુદ્ધિવાળે કહેવાય.
નિયમ છે કે ભાવને જગાડવામાં દ્રવ્ય વિશિષ્ટ ભાગ ભજવે છે. સાપને જોતાં મનમાં ભય જાગે છે. સંતને જોતાં સદ્દભાવ જાગે છે. બીજના ચન્દ્રને જોતાં ઉલ્લાસ જાગે છે. “ ખંડિયેરને જોતાં વિષાદ જાગે છે.
આ નિયમ અનુસાર શ્રી જિનેશ્વરદેવોના મનોહર બ્રિગે ઉત્તમતમ દ્રવ્ય છે.
# મ
જ
* વડ # . .
શાન્ત આકારવાળાં શ્રી જિનબિંબનાં દર્શન, વંદન, પૂજનથી કર્મને લાપશમ થાય છે. મનમાં રહેલા રાગ અને દ્વેષરૂપી મળને નાશ થાય છે. તેમાં શ્રી જિન પ્રતિમા અજોડ કારણ છે.
શ્રી જિનેશ્વરદેવ એ સર્વોત્તમ વિશ્વપુરુષ છે. તેમની પ્રતિમા એ તેમની પ્રતિકૃતિ છે–આકૃતિ છે, માટે તેમની પ્રતિમાનાં દર્શનથી શ્રી જિનેશ્વરદેવના અનંત ગુણેનાં સઘન સ્વરૂપનું, એક જ સમયે, એક જ
સ્થળે દર્શન કરવાને ધન્ય અવસર સાંપડે છે. શાસ્ત્ર-વિશારદે ફરમાવે કે
चितम् अन्तःकरण, तस्य भावः कर्म था, प्रतिमा लक्षणम् अहत्यम्। अर्थतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वात् चैत्यानि મજો.”
ચિત્ત એટલે અંતકરણ, અંત:કરણને ભાવ અથવા અંતઃકરણની ક્રિયા, તેનું નામ ચૈત્ય છે. અરિહોની પ્રતિમાઓ અંત:કરણની પ્રશસ્ત માનિ પેદા કરનાર હોવાથી, ચિત્ય કહેવાય છે.
L
.