________________
દુષમ-કાળ જિન-બિંબ જિનાગમ
ભવિયણકું આધાર !
સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ, આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા અને તેમની પહેલાંના પણ મહાન પૂર્વાચાર્ય મહર્ષિઓ ફરમાવે છે કે
चैत्यवन्दनत : सम्यक शुभो भावः प्रजायते ।। તમાન્ કર્માય: હવ, તતઃ વાયામ |
અર્થ:- ચૈત્ય એટલે શ્રી જિનમંદિર અથવા શ્રી જિનબિંબ તેને સારી રીતે વંદન કરવાથી પ્રકૃણ શુભ ભાવ પેદા થાય છે. શુભ ભાવથી કર્મને ક્ષય થાય છે અને કર્મના ક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
અત્યવંદન” નો બીજો અર્થ “પ્રતિમા–પૂજન” છે. મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ એ વંદન છે. ઉક્ત શ્લોકમાં વપરાએલે “સમ્યગુરુ શબ્દ આ સંદર્ભમાં છે. એટલે કહેવાયું છે કે, સમ્યગદષ્ટિ આત્માને શ્રી જિન પ્રતિમામાં શ્રી જિનરાજ દેખાય છે. છે. સમ્યગ્ર દષ્ટિ એટલે તત્ત્વ દષ્ટિ, સારગ્રાહી દષ્ટિ! જે પદાર્થ જે છે. તેનું તે પ્રકારે દર્શન કરનારી દષ્ટિને યથાર્થ દષ્ટિ પણ કહે છે. આવી દષ્ટિવાળાને શ્રી જિન પ્રતિમામાં શ્રી જિનશજ દેખાય છે,