________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं अट्ठमं लेस्सादारं નીલલેશ્યાવાળો ‘નીલલેશ્યાવાળો' એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દસ સાગરોપમ સુધી હોય. કાપોતલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક ત્રણ સાગરોપમ સુધી હોય. તેજલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરોપમ સુધી હોય. પઘલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ સુધી હોય. શુક્લલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ
સાગરોપમ સધી હોય. લશ્યારહિત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. ૮ દ્વાર. કાપો (ટી૦) હવે વેશ્યાદ્વાર કહે છે–તેમાં આ પ્રથમ સૂત્ર છે—“ફસે માં અંતે'! ઇત્યાદિ. સલેશ્ય–લેશ્વાસહિત. તે બે પ્રકારના છે-૧ અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. તેમાં જે કદિ પણ સંસારનો અન્ન કરવાના નથી તે અનાદિ અનન્ત અને જે સંસારથી પાર પામશે તે અનાદિ સાન્ત. ‘ ત્તેણે અંતે ' ઇત્યાદિ. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો કાળને આશ્રયી ક્યાં સુધી હોય? ઇત્યાદિ. અહીં તિર્યંચ અને મનુષ્યોને વેશ્યાદ્રવ્યો અન્તર્મુહૂર્તથી આરંભી પર ભવના પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી રહેલા હોય છે, તેથી બધે જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિ તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ અને નારકની અપેક્ષાએ જાણવી. તે વિવિધ પ્રકારની હોવાથી અહીં તેનો વિચાર કરવામાં આવે છે–તેમાં જે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે તે સાતમી નરકમૃથિવીની અપેક્ષાએ જાણવી. કારણ કે તેમાં રહેલા નરયિકો કૃષ્ણલેશ્યાવાળા છે અને તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. જે પૂર્વ ભવનું છેલ્લું અને પરભવનું પહેલું એમ બે અન્તર્મુહૂર્ત છે, તે બન્નેને પણ એક અન્તર્મુહૂર્ત કહેવામાં આવ્યું છે, કારણ કે અન્તર્મુહૂર્તના અસંખ્યાતા ભેદો છે. તે પ્રમાણે બીજે સ્થળે પણ કહેવામાં આવ્યું છે-“મુહુદ્ધ તુ નાના તિત્તી સારી મુહુહિયા ડોસી હોટુ કિરૂં નાયબ્રા ફ્લેસાણ' કૃષ્ણલેશ્યાની અન્તર્મુહૂર્ત જઘન્ય સ્થિતિ અને મુહૂાધિક-અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. અહીં 'મુહુર્નાદિયા' અન્તર્મુહૂર્વાધિક એવી ચૂર્ણિકારે વ્યાખ્યા કરી છે. નીલલેશ્યા સૂત્રમાં જે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક દસ સાગરોપમની સ્થિતિ કહી છે તે પાંચમી નરકમૃથિવીની અપેક્ષાએ સમજવી. કારણ કે ત્યાં પ્રથમ પ્રતટમાં નીલલેશ્યા હોય છે, કારણ કે “પંવમી મીસા' પાંચમી નરક પૃથિવીમાં મિશ્ર-કૃષ્ણ અને નીલલેશ્યા હોય છે. એવું કથન છે. અને તેના પહેલા પ્રસ્તટ-પાથડામાં (પ્રતરમાં) ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી જ છે. જે પૂર્વભવનું ચરમ અને પરભવનું આદ્ય અન્તર્મુહૂર્ત અધિક છે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અન્તર્ગત છે માટે તેની જુદી વિવક્ષા કરી નથી. એ પ્રમાણે પછીના સૂત્રમાં પણ જાણવું. કાપોતલેશ્યા સૂત્રમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક ત્રણ સાગરોપમની સ્થિતિ ત્રીજી નરકમૃથિવીની અપેક્ષાએ સમજવી. કારણ કે ત્રીજી નરકમૃથિવીના પણ પ્રથમ પ્રસ્તટમાં કાપોતલેશ્યા હોય છે. કારણ કે ‘તા નીસિયા' ત્રીજી નરકમાં મિશ્ર-કાપોત અને નીલલેશ્યા હોય છે એવું કથન છે. અને તેમાં એટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિનો સંભવ છે. - તેજોલેશ્યસૂત્રમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અધિક બે સાગરોપમની સ્થિતિ કહી છે તે ઈશાન દેવલોકના દેવોની અપેક્ષાએ જાણવી, કારણ કે તેઓ તેજોલેશ્યાવાળા છે અને ઉત્કૃષ્ટથી એટલી સ્થિતિવાળા છે. પમલેશ્યાસૂત્રમાં અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમની સ્થિતિ છે તે બ્રહ્મલોકની અપેક્ષાએ સમજવી. કારણ કે ત્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે અને પટ્ટલેશ્યા છે. જે પૂર્વભવ અને પરભવના બે અન્તર્મુહૂર્ત છે તેને એક અન્તર્મુહૂર્તની વિવક્ષા કરી અન્તર્મુહૂર્ત અધિક કહ્યું છે. શુક્લલેક્ષાસૂત્રમાં અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે તે અનુત્તર દેવની અપેક્ષાએ જાણવી. કારણ કે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. અને અન્તર્મુહૂર્ત અધિકપણાનો વિચાર પૂર્વની પેઠે જાણવો. | લેંગ્ધારહિત અયોગી કેવલી અને સિદ્ધ છે, તેથી તે અવસ્થામાં પણ વેશ્યારહિતપણાનો પ્રતિષેધ નથી. માટે સાદિ અનન્ત છે.
૮ વેશ્યાદ્વાર સમાપ્ત. લાપ૪તા. • 100