Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 401
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्धायपयं सिद्धसरूव परूवणं થાય છે—કૃતાર્થ થાય છે. સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાને થાય છે પણ અનાકાર ઉપયોગવાળાને ઉપજતી નથી, આ સિદ્ધિ પણ સર્વ લબ્ધિઓમાં ઉત્તમ લબ્ધિ છે, માટે સાકાર ઉપયોગવાળાને થાય છે. એ સંબન્ધે કહ્યું છે—‘‘સવ્વાસો તન્દ્રીયો નં સારોવોાતામાો તેળેહ સિદ્ધિની ઝપ્પન્ગ ્ તનુવઞત્તસ્મા'' જે કારણથી સર્વ લબ્ધિઓ સાકાર ઉપયોગવાળાને પ્રાપ્ત થાય છે તેથી અહીં સિદ્ધિલબ્ધિ પણ સાકાર ઉપયોગવાળાને ઉપજે છે. ત્યાર પછી અનુક્રમે ઉપયોગની પ્રકૃત્તિ થાય છે. એ જ પ્રમાણે કેવળી સિદ્ધ થાય છે તે પ્રમાણે પ્રતિપાદન કર્યું. હવે સિદ્ધો જેવા સ્વરૂપવાળાં ત્યાં રહે છે તે પ્રકારે પ્રતિપાદન કરે છ—‘તેમાં તત્વ સિદ્ધા મવંતિ' ઇત્યાદિ. તેઓ હમણા બતાવેલા ક્રમવડે નિષ્પન્ન થયેલા ‘તંત્ર’લોકાન્તે સિદ્ધો હોય છે. ‘ ઞશરીર:' ઔદારિકાદિ શરી૨ રહિત છે, કારણ કે સિદ્ધપણાના પ્રથમ સમયે જ તેઓનો ત્યાગ કરેલો છે. ‘નીવયના ’–નિચિત થયેલા જીવપ્રદેશોવાળા, કારણ કે સૂક્ષ્મક્રિયાઽપ્રતિપાતી ધ્યાનની પ્રાપ્તિના સમયે જ તેના સામર્થ્યથી મુખ અને પેટ વગેરેના ખાલી ભાગો પૂરેલા છે. ‘વર્શનજ્ઞાનોપયુતાઃ 'જીવના સ્વભાવથી દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા છે. ‘નિષ્ઠિતાf: ' કૃતાર્થ થયેલા છે, કારણ કે મૃતકૃત્ય. છે ‘નીરનસ: ' કર્મરૂપી રજ રહિત છે, કારણ કે કર્મના બન્ધનો અભાવ છે. ‘નરેનનાઃ' કંપરહિત છે, કારણ કે કંપ ક્રિયાના કારણનો અભાવ છે. ‘વિત્તિમિરા: ' તિમિરઅજ્ઞાનરહિત છે, કારણ કે કર્મરૂપી તિમિર-અંધકારની વાસના દુ૨ થયેલી છે. ‘વિશુદ્ધા:' વિશુદ્ધ છે, કારણ કે વિવિધ સમ્યગ્દર્શનાદિ માર્ગની પ્રાપ્તિ વડે અત્યન્ત શુદ્ધ થયેલા છે. એવા પ્રકારના સિદ્ધ ત્યાં શાશ્વત અને અનાગત-ભાવી સમસ્ત અદ્ધાકાળ જેમાં છે એટલા કાળ સુધી ત્યાં રહેલા છે. અહીંજ મન્દબુદ્ધિવાળાને બોધ થવા માટે આક્ષેપ-પૂર્વપક્ષ અને પરિહાર–ઉત્ત૨પક્ષ કહે છે—‘સે જે દેખ,મંતે !' હે ભગવન્! એમ શા હેતુથી કહો છો–ઇત્યાદિ સુગમ છે. પરન્તુ‘જમ્મુનીસુ’કર્મ રૂપ બીજ જન્મનું કા૨ણ બળી જવાથી—નિર્મૂલ નાશ થવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. જેમકે કા૨ણ સિવાય કાર્યનો અસંભવ છે. ફરીથી તે કર્મ કેમ ઉત્પન્ન ન થાય? રાગાદિના અભાવથી ન થાય. કારણ કે રાગાદિ આયુષ્ય પ્રમુખ કર્મનું કારણ છે અને તે રાગાદિ તેઓને નથી. કેમકે પૂર્વે જ ક્ષીણમોહની અવસ્થામાં તેનો ક્ષય કર્યો છે અને ક્ષીણ થયેલા રાગાદિ સહકારી કારણના અભાવથી ફરીથી પ્રગટ થતા નથી, રાગાદિની ઉત્પત્તિમાં પરિણામી કારણ આત્મા છે અને સહકારી કારણ રાગાદિ મોહનીય કર્મ છે. ઉભય કારણથી ઉત્પન્ન થતું કાર્ય એક કારણના અભાવમાં હોતું નથી. જો એમ ન હોય તો તેને અકારણપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. એટલે તે કારણ જ ન કહેવાય. સિદ્ધોને રાગાદિમોહનીય કર્મ નથી, કારણ કે તેને પૂર્વેજ ધ્યાનાગ્નિ વડે ભસ્મસાત્ કર્યું છે. એમ ન કહેવું કે અહીં પણ તેજ઼ પ્રસંગ પ્રાપ્ત થશે–જેમ તે રાગાદિમોહનીય કર્મ ફરીથી કેમ ઉત્પન્ન થતું નથી? કારણ કે તેના કારણભૂત સંક્લેશનો અભાવ છે. રાગાદિમોહનીય કર્મની ઉત્પત્તિમાં રાગાદિપરિણતિરૂપ સંક્લેશ કારણ છે. કારણ કે જેને વેદે તેને બાંધે છે' એવું શાસ્ત્રવચન છે. વળી રાગાદિમોહનીય કર્મ રહિતને તેવા પ્રકારે સંક્લેશની ઉત્પત્તિ થતી નથી. માટે સંક્લેશના અભાવથી રાગાદિમોહનીય કર્મનો અભાવ છે. અને તેના અભાવથી ફરીથી રાગાદિની ઉત્પત્તિ થતી નથી. તથા રાગાદિની ફરીથી ઉત્પત્તિના વિચારમાં ધર્મસંગ્રહણીમાં કહ્યું છે—‘‘ટ્વીળા ય તે ન હોતી પુળરવિ સંહારિારમાવા નહિ હોફ સંતેિસો તેહિં વિત્તસ્સ નીવલ્સ III) તથમાના મ ય બંધો તબાસ્સ હોફ જમ્મસ્સા તમાવે તમાવો સવ્વન્દ્વન્દેવવિશેઞો ॥૨॥'' ક્ષીણ થયેલા તે રાગાદિ સહકારી કારણના અભાવથી ફરીથી ઉત્પન્ન થતા નથી, કારણ કે રાગાદિરહિતને સંક્લેશ થતો નથી. તે રાગાદિના અભાવથી તેને યોગ્ય કર્મનો બન્ધ થતો નથી, માટે તેના અભાવમાં તેનો અભાવ સર્વકાળ જાણવો. તેથી રાગાદિના અભાવથી આયુષ્યપ્રમુખ કર્મનો ફરીથી ઉત્પાદ થતો નથી, અને તેના અભાવમાં ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી. એ હેતુથી જ અન્ય સ્થળે કહ્યું છે કે—‘‘વષે વીને યથાપ્ત્યાં પ્રાદુર્ભવતિ નાકાર: જર્મનીને તથા ઘે ન રોહતિ મવા:।।'' જેમ બીજ અત્યંત બળી જવાથી અંકુરની ઉત્પત્તિ થતી નથી. તેમ કર્મરૂપી બીજ દગ્ધ થવાથી ભવાંકુર ઉગતો–ઉત્પન્ન થતો નથી. ઉપસંહાર કહે છે—‘ગદ્વેનં’ ઇત્યાદિ. એજ પરમ મંગલભૂત સિદ્ધનું સ્વરૂપ શાસ્ત્રનો શિષ્ય-પ્રશિષ્યાદિ વંશના પરંપરા સંબન્ધ વડે વિચ્છેદ ન થાય માટે અત્યંત મંગલરૂપે ઉપસંહારના મીષથી કહે છે—‘નિચ્છિq’–ઇત્યાદિ.‘નિસ્તીńસર્વદુ:વા 'જેઓ સર્વ દુઃખોને તરી ગયા છે એટલે સર્વ 392

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404