Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 400
________________ छत्तीसइमं समुग्घायपयं सिद्धसरूव परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ ભાવાર્થ છે. અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થઈને ઈસિં–ઈષત-થોડા કાળમાં શૈલેશીને પ્રાપ્ત કરે છે એ સંબન્ધ છે. કેટલા કાળપ્રમાણ શૈલેશી છે? એ સૂત્રકાર કહે છે? ‘હ્રસ્વપÆાક્ષરોજ્વારાન્ક્રયા' હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણના કાળ પ્રમાણ છે. તાત્પર્ય એ છે કે—અતિશીઘ્રપણે નહિ તેમ અતિ વિલંબે નહિ પણ મધ્યમ પ્રકારે જેટલા કાળે ઙ ઞ ણ ન મ એવા પ્રકારના પાંચ હ્રસ્વાક્ષરો ઉચ્ચારાય તેટલા કાળ પ્રમાણ છે. એટલો કાળ કેટલા સમયપ્રમાણ છે? એ નિરુપણ ક૨વા માટે સૂત્રકાર કહે છે– ‘અસંધ્યેયસામયિાં'અસંખ્યાતા સમયપ્રમાણ છે,તે અસંખ્યાતા સમયનું પ્રમાણ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ જાણવું. એનું અન્તર્મુહૂર્તપ્રમાણ જણાવવા માટે કહે છે—‘આન્તર્મુહૂર્તિી શૈજ્ઞેશી' અન્તર્મુહૂર્તપ્રમાણ શૈલેશીને પ્રાપ્ત કરે છે. શીલ-ચારિત્ર અને તે અહીં નિશ્ચય નયના મતે સર્વસંવરરૂપ ગ્રહણ કરવું. કારણ કે તે સૌથી ઉત્તમ છે, તેનો ઈશ–સ્વામી તની અવસ્થા તે શૈલેશી છે. તે વખતે વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાન ઉપર આરુઢ થાય છે. એ સંબન્ધે કહ્યું છે કે ‘‘સીત્તું વ સમાહાળું નિયો सव्वसंवरो सो य। तस्सेसो सीलेसो सेलेसी होइ तदवस्था ||१|| हस्सक्खराइं मज्झेण जेण कालेण पञ्च भण्णन्ति। अच्छइ सेलेसिगतो तत्तियमित्तं तओ कालं ||२|| तणुरोहारंभाओ झायइ सहुमकिरियानियहिं सो। वोच्छिन्नकिरियमप्पडिवाई સેત્તેસિાલંમિાારૂ।।''શીલ-સમાધિ, અને તે સર્વ સંવરરૂપ જાણવી તેનો જે ઈશ–સ્વામી તેની અવસ્થા તે શૈલેશી. (૧) શૈલેશીને પ્રાપ્ત થયેલો જેટલા કાળમાં પાંચ હ્રસ્વાક્ષરો મધ્યમ પ્રકારે ઉચ્ચારાય તેટલો કાળ રહે છે. (૨) કાયયોગને રોધના પ્રારંભથી સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ ધ્યાન હોય છે અને શૈલેશીના કાળમાં વ્યવચ્છિન્નક્રિય અપ્રતિપાતી ધ્યાન હોય છે. (૩) કેવળ શૈલેશીને પ્રાપ્ત કરે છે એમ નહિ, પણ પૂર્વે રચેલી ગુણશ્રેણિવાળા કર્મને અનુભવવાને પ્રાપ્ત કરે છે. એટલે પૂર્વે કાયયોગના નિરોધના છેલ્લા અન્તર્મુહૂર્તમાં પૂર્વે જેનું સ્વરૂપ બતાવ્યું છે એવી ગુણશ્રેણિ જેની રચેલી છે એવા કર્મને અનુભવવાને પ્રાપ્ત કરે છે. તે પછી શું કરે છે? ‘તે શૈલેશીના કાળમાં વર્તતો પૂર્વે રચેલી અસંખ્યાતી ગુણશ્રેણિ વડે પ્રાપ્ત થયેલા ત્રણ કર્મના જુદા જુદા પ્રતિસમય અસંખ્યાતા કર્મસ્કંધોને ‘ક્ષપયન્’વિપાકથી અને પ્રદેશથી વેદવા વડે તેની નિર્જરા કરતો છેલ્લા સમયે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચા૨ કર્મના ભેદોનો એક સાથે ક્ષય કરે છે. એક સાથે ક્ષય કરીને ત્યાર પછીના સમયે ઔદારિક, તેંજસ અને કાર્યણરૂપ ત્રણ શ૨ી૨નો ‘સાહિં વિનદળાäિ વિપ્લગહાતિ' સર્વ પ્રકારે વિપ્રહાન–ત્યાગ કરવા વડે ત્યાગ કરે છે. અર્થાત્ સર્વ પ્રકારે ત્યાગ કરે છે સૂત્રમાં પ્રાકૃત્ત હોવાથી સ્ત્રીલિંગ છે. તાત્પર્ય એ છે કે જેમ પૂર્વે શરીરનો દેશથી ત્યાગ કરતો હતો તેમ ત્યાગ કરતો નથી, પરન્તુ સર્વ પ્રકા૨ે ત્યાગ કરે છે. એ સંબન્ધે કહ્યું છે કે ‘‘મોરાલિયાદ્ વયર્ સાહિં વિપ્પનદળાર્દિ ન મળિયા નિમ્મેસં તહા ન નહા વેસજ્વાળ સો ત્ત્રિા''ઔદારિકાદિ શરીરને સર્વપ્રકારના ત્યાગ વડે ત્યાગ કરે છે એમ જે કહ્યું છે તે નિઃશેષપણે ત્યાગ કરવાને કહ્યું છે, પણ પૂર્વે દેશ ત્યાગ વડે ત્યાગ કરતો હતો તેમ નહિ.” ત્યાગ કરીને તે સમયે કોશબન્ધનો ત્યાગ કરવારૂપ સહકા૨ી કારણથી ઉત્પન્ન થયેલા સ્વભાવ વિશેષથી એરંડ ફળની પેઠે ભગવાન્ પણ કર્મસંબન્ધના ત્યાગ રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલા સ્વભાવ વિશેષથી ઉ૫૨ લોકાન્તે જઇને સિદ્ધ થાય છે એ સંબંધ છે. એ સંબંધે કહ્યું છે ‘‘ઝંડાં = ના બંધછેતેયિં તુયં નાફા તહ જમ્મબંધળછેટ્ગેરિતો ગતિ સિદ્ધો વિદ્યા'' જેમ બંધનના વિચ્છેદ-તૂટવા વડે પ્રેરિત થયેલું એરંડફળ (ઊંચે) જાય છે તેમ કર્મબંધના છેદ પડે પ્રેરિત થયેલ સિદ્ધ પણ (ઊંચે) જાય છે.” કેવી રીતે જાય છે? ‘અવિપ્રદેળ' અવિગ્રહ ગતિ વડે એક સમયે સમયાન્તર અને પ્રદેશાન્તરને નહિ સ્પર્શ કરતો ૠજુશ્રેણિને પ્રાપ્ત થયેલો જાય છે. તાત્પર્ય એ છે કે જેટલા પોતાના આકાશપ્રદેશમાં અહીં અવગાઢ–રહેલો છે, તેટલા જ પ્રદેશોનો ઉપર પણ આશ્રય કરતો વિવક્ષિત સમયથી બીજા સમયને નહિ સ્પર્શતો ઉપર જાય છે. તે સંબન્ધુ આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે—‘‘ગત્તિપ્ નીવોવાઢો તાવદ્યાર્ ઓળાહળાÇ ૩દ્ધ સન્મુળ રાજ્કતિ ન વં, વિડ્યું ન સમયે ન પુલા।'' જેટલા આકાશપ્રદેશમાં જીવ રહેલો છે તેટલી અવગાહના વડે ઉપર ૠજુગતિએ જાય છે, વક્ર જતો નથી તેમ બીજા સમયનો સ્પર્શ પણ કરતો નથી”. ભાષ્યકાર પણ કહે છે—‘‘રિસેન્દ્રિ પડિવનો સમયાંતરે અક્ષમાળો ાસમા સિાફ અડ્ સરોવત્તો સો"ૠજુશ્રેણિને પ્રાપ્ત થયેલો અન્ય સમય અને બીજા પ્રદેશોનો નહિ સ્પર્શ કરતો, સાકાર ઉપયોગવાળો એક સમયમાં સિદ્ધ થાય છે. એ પ્રમાણે ઉપર જઇને શું કરે છે? એ કહે છે—સાકાર ઉપયોગવાળો થઇને સિદ્ધ 391

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404