Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 398
________________ छत्तीसइमं समुग्घायपयं सिद्धसरूव परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ दंसण-णाणोवउत्ता णिट्ठियट्ठा णीरया णिरेयणा वितिमिरा विसुद्धा सासयमणागयद्धं कालं चिट्ठति'? गोयमा! से जहाणामए बीयाणं अग्गिदड्डाणं पुणरवि अंकुरुप्पत्तीण भवति, एवमेव सिद्धाण वि कम्मबीएसु दड्डेसु पुणरवि जम्मुप्पत्ती ण भवति, से तेणटेणं गोयमा! एवं वुच्चइ-'ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा दंसणणाणोवउत्ता णिट्ठियट्ठा णीरया णिरेयणा वितिमिरा विसुद्धा सासयमणागयद्धं कालं चिट्ठति'त्ति। णिच्छिण्णसव्वदुक्खा जाइ-जरा-मरण-बन्धणविमुक्का। सासयमव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता।।' Iટૂ૦-૨૦IIII इति पण्णवणाए भगवतीए छत्तीसतिमं समुग्घायपयं समत्त।। (મૂળ) હે ભગવન્! તે પ્રકારે (સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો) યોગી કેવલી સિદ્ધ થાય, યાવતુ સર્વદુઃખોનો અત્ત કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થ–યુક્ત નથી. તે પ્રથમ જઘન્યયોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન–ચૂનમનોયોગને રોકે છે. ત્યારપછી તરતજઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચે અસંખ્યાતગુણા હીન બીજા વચનયોગનો રોધ કરે છે. ત્યાર પછી તરત જઘન્યયોગવાળા અપર્યાપ્તા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાતગુણ હીન કાયયોગનો રોધ કરે છે. તે એ ઉપાય વડે–એ પ્રકારે પ્રથમ મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોધ કરી વચનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોધ કરી કાયયોગનો રોધ કરે છે, કાયયોગનો રોધ કરી યોગનો વિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગપણું–યોગરહિતપણું પામે છે. યોગરહિતપણું પામી ઈષતું-થોડા કાળમાં હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલી અસંખ્યાતા સમયના અત્તમુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણશ્રેણી જેની છે એવા કર્મને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશીના કાળમાં અસંખ્યાતી ગુણશ્રેણી વડે અસંખ્યાતા કર્મ સ્કંધોનો ક્ષય કરે છે, ક્ષય કરીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે, એક સાથે ખપાવી દારિક, તેજસ અને કાર્પણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ત્યાગ કરીને ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશદ્ગતિ વડે એકસમયમાં અવિગ્રહગતિ વડે ઊર્ધ્વ—ઉચે જઈને સાકારઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે, અને ત્યાં જઈ સિદ્ધ થાય છે. ત્યાં રહેલા સિદ્ધો શરીર રહિત, જીવપ્રદેશના ઘનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા, નિષ્કિતાર્થ– કૃતાર્થ, રજરહિત, નિરંજન–સંપરહિત, તિમિર–કર્મઆવરણરહિત, અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગત કાળ સુધી રહે છે, હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે તેઓ ત્યાં રહેલા સિદ્ધ, શરીરરહિત, જીવપ્રદેશના ઘનવાળા, દર્શન જ્ઞાનના ઉપયોગસહિત, કૃતાર્થ, કર્મજ રહિત, કમ્પરહિત, વિતિમિર–અજ્ઞાનરહિત, વિશુદ્ધ એવા શાશ્વત અનાગત કાળ પર્યન્ત રહે છે”? હે ગૌતમ! જેમ અગ્નિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થતી નથી એ પ્રમાણે સિદ્ધોને પણ કર્મરૂપી બીજ બળી જવાથી જન્મની ઉત્પત્તિ થતી નથી, તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે ત્યાં રહેલા તે સિદ્ધો શરીર રહિત, જીવપ્રદેશના ઘનવાળા, દર્શન–જ્ઞાનના ઉપયોગ સહિત, કૃતાર્થ, કર્મરજરહિત, નિરંજન–નિષ્કપ, વિતિમિર–અજ્ઞાનરહિત અને વિશુદ્ધ હોય છે અને શાશ્વત અનાગત કાળ સુધી રહે છે. સર્વ દુઃખોનો પાર પામેલા, જન્મ, જરા, મરણ અને કર્મના બન્ધનથી મુકાયેલા એવા અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા અને સુખી શાશ્વત કાળ પર્યત રહે છે. ૩oll૭૨૧// પ્રજ્ઞાપના ભગવતીના અનુવાદમાં છત્રીસમું સમુદ્યાત પદ સમાપ્ત. (20) મંત! તહીં સગો સિબ્સ' ઇત્યાદિ. હે ભગવન્!તે પ્રમાણે સયોગી સિદ્ધ થાય? ઇત્યાદિ સુગમ છે. યોગનિરોધ કરતો પ્રથમ મનોયોગનો રોધ કરે છે, અને તે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયના પ્રથમ સમયે જેટલાં મનોદ્રવ્ય અને જેટલો તેનો વ્યાપાર હોય તેથી અસંખ્યાતગુણ ન્યૂન મનોયોગનો પ્રતિસમય રોધ કરતો અસંખ્યાતા સમયો વડે સર્વથા રોધ કરે છે. કહ્યું છે કે "पज्जत्तमेत्तसण्णिस्स जत्तियाई जहन्नजोगिस्सा होंति मणोदव्वाइ तव्वावारो य जम्मत्तो॥ तदसंखगुणविहीणं समए समए 389

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404