________________
छत्तीसइमं समुग्घायपयं सिद्धसरूव परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
સાંસારિક દુઃખોનો પાર પામ્યા છે, શા હેતુથી એ કહે છે–‘જ્ઞાતિ રામનળવન્ધનવિમુક્તા: ' જાતિ-જન્મ, જરા-વૃદ્ધાવસ્થા, મરણ અને બન્ધનો-જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે મૂકાયેલા છે. અહીં હેતુમાં પ્રથમા વિભક્તિ થઇ છે. જેથી જન્મ, જરા, મરણ અને બન્ધનોથી મૂકાયેલા છે તેથી સર્વ દુ:ખો તરી ગયા છે. એવા પ્રકારના તેઓ શાશ્વત-નિરંતર ભાવી, ‘અવ્યાનાધ’બાધારહિત, કારણ કે રાગાદિ સુખનો બાધ કરવાને સમર્થ છે, પણ તે રાગાદિ તેઓને નથી, એનો હમણાંજ વિચાર કર્યો. એવા ૫૨મ સ્વસ્થતા રૂપ સુખને પ્રાપ્ત થયેલા માટે સુખી–સ્વાભાવિક સુખવાળા છે
નય અને ભંગયુક્ત, બહુ પ્રકારના પ્રમાણવાળા, જેનાથી વિશુદ્ધ એવો સદ્બોધ પ્રાપ્ત થાય છે એવા, અન્યતીર્થિકની કુબુદ્ધિનો નિરાસ કરવાની એક ચેષ્ટાવાળા જિનવચનને નમસ્કાર થાઓ.
ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિનો જય થાઓ, જેઓએ સૂત્રના વિષમ-કઠણ ભાવાર્થનું વિવરણ કર્યું છે અને જેના વચનથી હું પણ લેશથી ટીકા કરનાર થયો છું.
પ્રજ્ઞાપના સૂત્રની ટીકા કરીને મલયગિરિએ જે નિર્દોષ પુણ્ય ઉપાર્જન કર્યું છે, તેથી બધાય જન જિનવચનનો સદ્બોધ
શ્રીમદાચાર્ય મલયગિરિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના અનુવાદમાં છત્રીશમું સમુદ્દાત પદે સમાપ્ત II
પામો.
અરિહંત ભગવંતો પોતાની શક્તિનો પરચો કોઈને બતાવતા નથી એમ નથી. એ પરચો બતાવે જ છે. એ પરચો બતાવે છે કર્મ રાજાને. એને કહે છે કે જો તું પોતાને સર્વસત્તાધીશ માનીને અનંત આત્માઓને પોતાની પકડમાં, કેદમાં રાખે છે. પણ જો હું એ આત્માઓને તારી પકડમાંથી તારી કેદમાંથી છોડાવીને એમના પોતાના ઘરમાં મોકલી આપું છું. કર્મરાજા અને મોહરાજા અરિહંત
ભગવંતોની શક્તિ આગળ હારી જાય છે.
અરિહંત ભગવંતો પોતાની શક્તિનો પરચો પોતાની ઉપસ્થિતિમાં બતાવે છે એમ નથી. સામાન્ય વ્યક્તિ તો પોતાની હયાતીમાં જ પોતાની શક્તિનો પરચો બતાવી શકે છે. પણ અરિહંત ભગવંતો તો સદેહે ન હોવા છતાં પણ પોતાનો પરચો કર્મરાજા અને મોહરાજાને બતાવી રહ્યાં છે. એજ એમની
શક્તિની વિશિષ્ટતા છે. અનેક આત્માઓ પ્રભુની શક્તિના પ્રભાવે જ કર્મને હરાવી કર્મ કેદથી મુક્તિ
મેળવે છે.
અરિહંત ભગવંત શાસનના સ્થાપક છે પણ એના સુકાની તો ગણધર ભગવંતો છે. હેય, શેય અને ઉપાદેયની શિક્ષા તો શિષ્યોને ગણધર ભગવંતો દ્વારા મળે છે. વ્યક્તિગત હિતશિક્ષા દેશનાના સમય સિવાય ખાસ કારણ પ્રસંગે જ એમના દ્વારા અપાતી હશે.
અરિહંત ભગવંતે કહેલી વાતમાં પોતાને સમજ ન પડે તો મને એમ સમજાય છે, ‘‘તત્ત્વ તો કેવળી ભગવંત જાણે’', એમ કહી શકે.
અરિહંત ભગવંતે શાસનની સ્થાપના કરીને ભવ્યાત્માઓના ઉત્થાન માટે મોક્ષનગર સુધી સીધી સડક બનાવી એ જ એમનો મોટો ઉપકાર છે.
- જયાનંદ
393