________________
छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया
श्री प्रज्ञापना सूत्र भाग २ સમુદ્યતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય-કૃતાર્થ થાય, “વર્તમાન કાળની સમીપનો કાળ પણ વર્તમાન જેવો વિકલ્પ કહેવાય છે એવો ? વ્યાકરણ પ્રસિદ્ધ નિયમ હોવાથી સિદ્ધ થવાનો હોય તો પણ વ્યવહારથી સિદ્ધ થાય છે એમ કહેવાય છે, માટે કહે છે-વૃષ્યતેકેવલજ્ઞાન વડે જાણે છે કે હું નિશ્ચયથી સર્વ કર્મના ક્ષયથી કૃતાર્થ થઇશ? તેથી કહે છે-નિવૃતિ-સમસ્ત પ્રકારે શાંત થાય છે, નિર્વાણ પામે છે? એ બાબતને પર્યાય શબ્દ વડે સ્પષ્ટ કરે છે–સર્વ દુઃખોનો અન્ન કરે છે? ભગવાનું કહે છે- “હે ગૌતમ! આ અર્થ સમર્થ–સંગત નથી કે “જે સમુઘાતને પ્રાપ્ત થયેલોયાવસર્વદુ:ખોનો અન્ત કરે. કારણ કે હજી પણ તેમણે યોગનિરોધ કર્યો નથી, સયોગીની આગળ કહેવામાં આવતી યુક્તિ વડેસિદ્ધિ થતી નથી. તેથી તે શું કરે છે? એ માટે કહે છે–‘સે ' ઇત્યાદિ તે પ્રસ્તુત સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો સમુદ્દઘાતથી નિવૃત્ત થાય છે અને નિવૃત્ત થઈને ત્યાર પછી તરત મનોયોગનો, વચનયોગનો અને , કાયયોગનો વ્યાપાર કરે છે. કારણ કે તે ભગવાન્ નામ, ગોત્ર અને વેદનીયરૂપ ભવધારણીય કર્મ ઘણા હોય ત્યારે તેને અચિન્ય પ્રભાવવાળા સમુદ્ધાતના વશથી આયુષ્યના સમાન કર્યા બાદ અન્તર્મુહૂર્તમાં પરમપદ-મોક્ષ પ્રાપ્ત થવાનું હોવાથી તે કાળે જે અનુત્તરૌપપાતિક વગેરે દેવ મનથી પૂછે તો ઉત્તર આપવા માટે મનના પગલો ગ્રહણ કરી મનોયોગનો વ્યાપાર કરે છે. તે પણ સત્ય કે અસત્યામૃષા રૂપ મનનો વ્યાપાર કરે છે. મનુષ્યાદિકે પુછ્યું હોય કે ન પુછ્યું હોય તો કાર્યવશથી વચનયોગના પુદ્ગલો ગ્રહણ કરી વચનયોગનો વ્યાપાર કરે છે અને તે સત્ય કે અસત્યામૃષારૂપ વચનનો વ્યાપાર કરે છે, બાકીના વચન અને મનના યોગનો વ્યાપાર-ક્રિયા કરતો નથી. કારણ કે તેના રાગાદિક્ષીણ થયા છે.ગમનાગમનાદિમાં ઔદારિક કાયયોગનો વ્યાપાર કરે છે. તે આ પ્રમાણે-ભગવાનું કાર્ય નિમિત્તે કોઈ સ્થાનથી વિવક્ષિત સ્થાને આવે, અથવા ક્યાંઇ જાય, અથવા ઉભા રહે કે બેસે, તેવા પ્રકારનો શ્રમ દુર કરવા માટે આળોટે અથવા વિવક્ષિત સ્થાને તેવા પ્રકારના આવી પડતા જીવો વડે વ્યાપ્ત ભૂમિને જોઇને તેનો ત્યાગ કરવા માટે પ્રાણીઓની રક્ષા નિમિત્તે ઉલ્લંઘન અથવા પ્રલંઘન કરે. તેમાં સ્વાભાવિક પાદ વિક્ષેપ-પગલા ભરવા, ગમન કરવા કરતાં કાંઇક અધિક ગમન કરવું તે ઉલ્લંઘન, તેથી વધારે મોટા પગલા ભરવા તે પ્રલંઘન. અથવા પાસે રહેલા પીઠઆસન, ફલક-પાટીયા, શય્યાવસતિ અને સંથારો પાછા આપે એટલે જેની પાસેથી લાવેલા હોય તેને પાછા સોપે. અહીં ભગવંત આર્યશ્યામસૂરિએ પાસે રહેલા આસન, ફલક-પાટીયા વગેરેને પાછા આપવાનું જ કહ્યું છે, તેથી જણાય છે કે અવશ્ય અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે જ આવર્જીકરણાદિ કરે છે પણ વધારે આયુષ્ય બાકી હોય ત્યારે કરતા નથી. જો એમ ન હોય તો તેને ગ્રહણ કરવાનો પણ સંભવ હોવાથી તેને ગ્રહણ પણ કરવા પડે. એ કથન વડે કોઇ આચાર્યો કહે છે- “જઘન્યથી અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે અને ઉત્કૃષ્ટથી છ માસ બાકી હોય ત્યારે સમુદ્ધાત કરે છે તેનો નિરાસ જાણવો.કારણ કે છ માસમાં વચ્ચે વર્ષાકાલનો પણ સંભવ હોવાથી તે નિમિત્તે આસન ફલકાદિનું ગ્રહણ પણ સંભવે, પરન્તુ તે સૂત્રને સંમત નથી, માટે તે પ્રરુપણા ઉસૂત્ર જાણવી. વળી આવશ્યકમાં પણ સમુદ્દઘાત કર્યા પછી તુરત શૈલેશીના કથનથી એ ઉત્સુત્ર પ્રરુપણા જાણવી.તે સૂત્ર આ પ્રમાણે છે“ફંડવાડે મતો ય સાહિરણા સરીસ્થો માસી નો નિરો સેન્સેક્ષી સિન્સ, વેવા''દંડ, કપાટ, મંથન, આંતરા પૂરવા, સંહરણ, શરીરસ્થ, વચનયોગનિરોધ, શૈલેશી અને સિદ્ધ-મોક્ષ અનુક્રમે જાણવા. જો ઉત્કૃષ્ટથી છ માસનું અંતર પડે તો તે પણ કહે, પણ કહ્યું નથી. તે માટે અયુક્ત છે. તે પ્રમાણે ભાષ્યકાર કહે છે-“મેહુય સમો બન્નમુહુનાવણેલો છાતો અત્રે जहन्नमेयं छम्मासुक्कोसमिच्छंति ॥१॥ तत्तोऽनंतरसेलेसीवयणओ जं च पाडिहारीणं। पच्चप्पणमेव सुए इहरा गहणंपि હો જ્ઞાહિા"કર્મ ઓછા કરવા નિમિત્તે (સમુદ્ધાતનો) શેષ અન્તર્મુહૂર્તનો કાળ જાણવો. બીજા આચાર્યો અને જઘન્ય કાળ કહે છે અને છ માસનો ઉત્કૃષ્ટ કાળ માને છે. (તે અયુક્ત છે, કારણ કે પછી તુરત શૈલેશીનું કથન હોવાથી અને પાસે રહેલા પીઠ ફલકાદિનું પાછું આપવાનું જ સૂત્રમાં કહ્યું છે. અન્યથા તેને ગ્રહણ કરવાનું પણ હોય. અહીં એ પ્રમાણે અત્તમુહૂર્ત સુધી યથાસંભવ ત્રણ યોગના વ્યાપારવાળા કેવલી થઈને ત્યાર પછી અત્યન્ત સ્થિરતારૂપ, વેશ્યારહિત અને પરમ નિર્જરાનું કારણ ધ્યાનને અંગીકારે કરવાની ઇચ્છાવાળા યોગનો વિરોધ કરવા માટે પ્રારંભ કરે છે. કારણ કે યોગ હોય ત્યારે ઉક્ત સ્વરૂપવાળા ધ્યાનનો અસંભવ છે. તે આ પ્રમાણે-યોગનો પરિણામ તે વેશ્યા, કારણ કે યોગના અન્વય અને વ્યતિરેકને અનુસરે છે. તેથી જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી
387