Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 387
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया પણ કોઇ કાળ કરે છે અને વિગ્રહગતિ વડે ઉત્પન્ન થાય છે. વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની હોય છે, માટે ‘વિકિ વરૂણ રહેજો પુ' તથા “સમાન વા કુલમળ વા' એક દિશામાં એટલું ક્ષેત્ર સ્પર્શેલું છે” તથા એક સમય, અને બે સમયવડે ઇત્યાદિ કહ્યું છે. તથા મનુષ્યોનેજ આ આહારકસમુદ્યાત હોય છે, માટે ચોવીશ દંડકના વિચારમાં પ્રારંભમાં પર્વ મપૂસે વિ' એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું એમ કહ્યું છે. આ સૂત્રનો આ અર્થ છે –એ પ્રમાણે સામાન્યપણે જીવપદની જેમ મનુષ્યને પણ એટલે મનુષ્યના વિચારમાં સૂત્ર કહેવું. જીવપદમાં મનુષ્યોનેજ આશ્રયી સૂત્ર પ્રવૃત્ત થયું છે. કારણ કે તે સિવાય બીજાને આહારક સમુદ્દઘાતનો અસંભવ છે. એ પ્રમાણે છ એ છાબસ્થિકસમુદ્ધાતના પ્રારંભમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી જેટલું ક્ષેત્ર આત્માથી જુદા થયેલા યથા યોગ્ય ઔદારિકાદિ શરીરાદિના અન્તર્ગત પુલો વડે વ્યાપ્ત હોય છે તેટલું જણાવ્યું. //ર૩૭૧૪ IT વહેવનિરસમુધાયવેત્તવયા || अणगारस्स णं भंते! भावियप्पणो केवलिसमुग्घाएणं समोहयस्स जे चरमा णिज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पन्नत्ता? समणाउसो! सव्वलोगंपियणं ते फुसित्ताणं चिट्ठति? हता! गोयमा! अणगारस्स भाणियप्पणो केवलिसमुग्घाएणं समोहयस्स जे चरिमा निज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्ता, समणाउसो! सव्वलोगं पि य णं ते फुसित्ताणं णं चिट्ठति ।।सू०-२४ ।।७१५।। (મૂ4) હે ભગવનું ભાવિત આત્માવાળા અને કેવલિસમુદ્યાતયુક્ત અનગારને જે છેલ્લા સમયના નિર્જરા પુદ્ગલો છે તે સૂક્ષ્મ પુદ્ગલો કહ્યા છે?હે આયખાનું શ્રમણ!તે પુદ્ગલો સર્વલોકને પણ સ્પર્શીને રહે છે?હાગૌતમ!ભાવિતાત્મા અને કેવલિ સમુદ્દાત વડે સમુંદ્યાતવાળા અનગારના જે છેલ્લા સમયના નિર્જરાપુદ્ગલો છે તે આયુષ્માન્ શ્રમણ! સૂક્ષ્મ પુદ્ગલો કહ્યા છે અને તે સર્વ લોકને પણ સ્પર્શીને રહે છે. /૨૪૭૧૫ll (ટી.) હવે કેવલિસમુદ્ધાત કરવામાં જેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે જેટલા પ્રમાણવાળું ક્ષેત્ર વ્યાપ્ત થાય, તેવા સ્વરૂપવાળા પુદ્ગલો વડે તેટલા પ્રમાણવાળા ક્ષેત્રનું વ્યાપ્તપણે પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–ણIR " મં!' ઇત્યાદિ. હે ભગવન્! ભાવિતાત્મા અને કેવલિસમુદ્ધાતવાળા અનગારના જે ચરમ નિર્જરા પુદ્ગલો છે તે સૂક્ષ્મ છે? ઈત્યાદિ. અહીં કેવલિસમુદ્દઘાત કેવલજ્ઞાનીને હોય છે, છદ્મસ્થોને હોતો નથી. કેવલી નિશ્ચયનયના મતથી અનગાર છે, ગૃહસ્થ નથી, તેમ પાંખડી નથી, તે ‘ભાવિતાત્મા–ભાવિતસમભાવ વડે વાસિત આત્માનો છે એવા, કારણ કે તે વિશિષ્ટ શુભ અધ્યવસાયયુક્ત છે. જો એમ ન હોય તો કેવલીપણું ઘટે નહિ. માટે ‘ભાવિતાત્મા અનગારને' એમ કહ્યું છે. જેનું સ્વરૂપ કહ્યું છે એવા કેવલિસમુદ્દઘાત વડે સમવહત-સમુદ્યાતવાળા અનગારના જે ચરમ છેલ્લા સમયે વર્તતા-કેવલિસમુદ્યાતના ચોથા સમયે રહેલા, કારણ કે તે પુદ્ગલો વડે જ સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરે છે. નિર્જરા પુદ્ગલો' નિર્જરા ગુણના યોગથી નિર્જરા-નિર્જરાને પ્રાપ્ત થયેલા પુદ્ગલો છે, અહીં વિશેષણ સમાસ કરવો. તાત્પર્ય એ છે કે લોકવ્યાપી થવાના સમયે આત્મપ્રદેશોથી જુદા પડેલા અને જેઓએ કર્મપણાના પરિણામનો ત્યાગ કરેલો છે એવા “સુના ને તે પુતા' નિશ્ચય અર્થમાં છે. નિશ્ચિત-અવશ્ય, સૂક્ષ્મા-ચક્ષઆદિ ઇન્દ્રિયોને અગોચર તે પુદ્ગલો હે આયુષ્માન શ્રમણ! આપે કહેલા છે? “આયુષ્માન્ શ્રમણ' એ ભગવંતને ગૌતમે કરેલું સંબોધન છે. તથા એનિશ્ચિત છે કે સર્વલોકને પણ સ્પર્શીને તે પુદ્ગલો રહે છે? એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કર્યો એટલે ભગવાન કહે છે-ત્તા mયમા' ઇત્યાદિ. હત્ત એ અવ્યય પ્રીતિના અર્થમાં છે. એ સંબધે શાકટાયન કહે છે—'હતિ સંકડાનતિવિષાવુિ' ઇતિ. હત્ત એ સંપ્રદાન, પ્રીતિ અને વિષાદાદિ અર્થમાં છે અહિં યથાવસ્થિત સ્વરૂપના પ્રતિપાદકપણાથી પ્રશ્નસૂત્રની સંમતિરૂપ જાણવી, પણ હર્ષરૂપ ન જાણવી. કારણ કે મોહ ક્ષીણ થયેલો હોવાને લીધે ભગવંત હર્ષ અને વિષાદાદિ રહિત હોવાથી ભગવંતની સંમતિ જ જણાવે છે. જે ગૌતમે કહ્યું તેનો અનુવાદ કરે છે–'M IPસ' ઇત્યાદિના અર્થનો વિચાર કર્યો. lર૪૭૧૫ 378

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404