Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 388
________________ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया श्री प्रज्ञापना सूत्र भाग २ छत्थे ण भंते! मणूसे तेसिं णिज्जरापोग्गलाणं किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं वा फासं जाणति पासति? गोयमा! णो इणट्ठे समट्ठे । से केणट्टेणं भंते! एवं वुच्चति - 'छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं [णो] जाणति पासति' ? गोयमा ! अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीव-समुद्दाणं सव्वब्भंतराए सव्वखुड्डाए वट्टे तेल्लापूयसंठाणसंठिए वट्टे रहचक्कवालसंठाणसंठिए वट्टे पुक्खरकण्णियासंठाणसंठिए वट्टे पडिपुण्णचंदसंठाणसंठिए एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं तिण्णि य जोयणसयसहस्साइं सोलस य सहस्साई दोण्णि य सत्तावीसे जोयणसते तिण्णि य कोसे अट्ठावीसं च धणुसतं तेरस य अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते। देवे णं महिड्डी जाव महासोक्खे एगं महं सविलेवणं गंधसमुग्गयं गहाय तं अवदालेति, तं महं एगं सविलेवणं गंधसमुग्गयं अवदालेत्ता इणामेव कट्टु केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्छराणिवातेहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, सेणूणं गोयमा ! से केवलकप्पे जंबुद्दीवे दीवे तेहिं घाणपोग्गलेहिं फुडे ? हंता ! फुड़े, छमत्थे णं गोयमा! मणूसे तेसिं घाणपुग्गलाणं किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं . जाणति पासति? भगवं! णो इणट्ठे समट्ठे से तेणट्टेणं गोयमा ! एवं वुच्चति - 'छउमत्थे णं मणूसे तेसिं णिज्जरापोग्गलाणं णो किंचि वण्णेणं वण्णं गंधेणं गंधं रसेणं रसं फासेणं फासं जाणति पासति, एसुहुमा णं ते पोग्गला पन्नत्ता, समणाउसो ! सव्वलोगं पि य णं फुसित्ता णं चिट्ठेति ॥ सू० - २५ । ।७१६ ।। (મૂળ) હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે—વર્ણને ગ્રહણ કરનાર ઇન્દ્રિય વડે વર્ણ રૂપે, ગન્ધ— નાસિકા વડે ગંધ રૂપે, રસ–રસનેન્દ્રિય વડે રસ રૂપે અને સ્પર્શ—સ્પર્શેન્દ્રિય વડે સ્પર્શ રૂપે જાણે છે અને દેખે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે ‘છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે વર્ણ રૂપે, ગન્ધ વડે ગન્ધ રૂપે, રસ વડે રસ રૂપે અને સ્પર્શ વડે સ્પર્શ રૂપે જાણતો દેખતો નથી? હે ગૌતમ! આ જંબુદ્રીપ નામે દ્વીપ સર્વ દ્વીપ અને સમુદ્રમાં સૌની અંદર છે. તે સૌ કરતાં નાનો, વૃત્ત–ગોળાકૃતિવાળો, તેલમાં તળેલા પુલ્લાના આકાર જેવો ગોળ, રથના પૈડાના સંસ્થાન જેવો વર્તુલાકાર, કમળની કર્ણિકાની આકૃતિ જેવો ગોળાકાર અને પરિપૂર્ણ ચંદ્રની આકૃતિના સમાન છે. તે એક લાખ યોજન લાંબો અને પહોળો છે તથા તેની પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીશ યોજન, ત્રણ કોશ, એકસો અઠ્યાવીશ ધનુષ અને કંઇક વિશેષાધિક સાડા તેર અંગુલ કહેલી છે. કોઇ એક મહાઋદ્ધિવાળો અને મહાસુખવાળો દેવ એક મોટા વિલેપન—ઢાંકણા સહિત સુગન્ધી દ્રવ્યના ડાબડાને ગ્રહણ કરી ઉપાડે અને તે એક મોટા વિલેપન—ઢાંકણા સહિત સુગન્ધી દ્રવ્યના ડાબડાને ઉપાડી એ પ્રમાણે કરી સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં એકવીશ વાર ફરી શીઘ્ર આવે. હે ગૌતમ! ખરેખર તે સંપૂર્ણ જંબૂદ્વીપ તે ગન્ધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય? હા વ્યાપ્ત થાય. હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય તે ગન્ધના પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે વર્ણ રૂપે ગંધ વડે ગંધ રૂપે રસ વડે રસ રૂપે અને સ્પર્શ વડે સ્પર્શ રૂપે જાણે દેખે? હે ભગવન્! એ વાત યુક્તિયુક્ત નથી. હે ગૌતમ! એ કારણથી એમ કહું છું કે ‘છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે વર્ણ રૂપે, ગંધ વડે ગંધ રૂપે, રસ વડે રસ રૂપે અને સ્પર્શ વડે સ્પર્શ રૂપે જાણતો નથી. હે આયુષ્માન્ શ્રમણ! એટલા સૂક્ષ્મ તે પુદ્ગલો કહ્યા છે અને તે સર્વ લોકને પણ સ્પર્શીને રહે છે. ર૫૧૭૧૬॥ (ટી૦) ‘સૂક્ષ્મ પુદ્ગલો છે’ એમ કહ્યું, તે સૂક્ષ્મપણું અપેક્ષાએ પણ હોય, જેમ કે આમળા વગેરેની અપેક્ષાએ બોર વગેરેનું સૂક્ષ્મપણું” છે. તેથી ચક્ષુ આદિ ઇન્દ્રિયોને અગોચર રૂપ સૂક્ષ્મપણું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—‘મત્સ્યેાં મંતે'! ઇત્યાદિ. હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય હમણાં કહેલા તે નિર્જરાપુદ્ગલોને કિંચિત્-પ્રથમ સામાન્યપણે જાણે છે અને દેખે છે–એ 379

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404