Book Title: Pragnapana Sutra Part 02
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 392
________________ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया श्री प्रज्ञापना सूत्र भाग २ થોડા કાળમાં જ તેનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે પણ કૃતનાશ દોષનો પ્રસંગ કેમ નથી? (90) તે કથન પણ સત્ય નથી. કારણ કે બન્ધ સમયે જ તેવા પ્રકારના અધ્યવસાયથી પ્રારંભમાં ઉપક્રમને યોગ્ય જ કર્મ બાંધેલુછે. વળી જિનવચનના પ્રામાણ્યથી પણ વેદનીયાદિકર્મનો ઉપક્રમ જાણવો.એ સંબન્ધ ભાષ્યકાર કહે છે–‘૩યવરdયgબોવસમાં નં ૨ વમુનો મળિયા રવાપંચ પરૂ નુત્તમુવમળમેરો વા' કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ કહ્યા છે તે દ્રવ્યાદિ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચને આશ્રયી કહ્યા છે. માટે એથી પણ ઉપક્રમ થવો યુક્ત છે. એ પ્રમાણે મોક્ષના ઉપક્રમનું કંઈ પણ કારણ નથી, જેથી તેમાં અવિશ્વાસનો પ્રસંગ પ્રાપ્ત થાય? જે પ્રકારે મોક્ષના ઉપક્રમનો કોઈ પણ હેતુ નથી તે પ્રકારે છેલ્લા સૂત્રમાં વિચાર કરશે. તેથી જે કહ્યું છે કે વેદનીયાદિની પેઠે કરેલા કર્મક્ષયનો પણ ફરી નાશ થવાનો સંભવ હોવાથી મોક્ષને વિષે અવિશ્વાસ થશે–એ પણ યુક્તિયુક્ત નથી. અહીં અન્ય પૂર્વપક્ષી શંકા કરે છે-જ્યારે વેદનીયાદિ કર્મ ઘણું વધારે હોય અને સૌથી થોડું આયુષ્ય હોય ત્યારે અધિક વેદનીયાદિ કર્મનો ઘાત કરવા માટે ભલે સમુદ્દઘાત કરે, કારણ કે વેદનીયાદિ કર્મ સોપક્રમ છે, પણ જ્યારે આયુષ્ય કર્મ અધિક હોય અને સૌથી થોડું વેદનીયાદિ કર્મ હોય ત્યારે શું સમજવું? ખરેખર અધિક આયુષ્યકર્મનો ઘાત કરવા માટે સમુદ્દઘાત કરતો નથી, કારણ કે ચરમશરીરવાળાનું આયુષ્ય નિરુપક્રમ હોય છે. “વરમશરીર નિરવવમા ચરમશરીરી નિરુપક્રમ હોય છે એવું શાસ્ત્રવચન છે. તે (આયુષ્ય કર્મ અધિક હોય આ વાત) અયુક્ત છે, કારણ કે આવા પ્રકારની પરિસ્થિતિ કદાપિ હોતી નથી. જેમ કે હમેશાં વેદનીયાદિક જ આયુષ્ય કરતાં અધિક સ્થિતિવાળાં હોય છે. કદિ પણ વેદનીયાદિ કરતાં આયુષ્ય અધિક સ્થિતિવાળું હોતુ નથી. આવો નિયમ શાથી જાણવો?તેનો ઉત્તર એ છે કે પરિણામના સ્વભાવથી જાણી શકાય છે. તે આ પ્રમાણે ‘આવા પ્રકારનોજ આત્માનો પરિણામ છે કે જેથી આયુષ્ય વેદનીયાદિના સમાન હોય કે તેથી ન્યૂન હોય, કદિપણ અધિક ન હોય. જેમ કે આયુષ્યનો જ અધુવબન્ધ થાય છે. તે આ પ્રમાણે–આયુષ્ય સિવાયના સાતેય જ્ઞાનાવરણાદિ કર્મો સર્વદા બંધાય છે અને આયુષ્ય તો પોતાના ભવના ત્રીજા ભાગ વગેરે શેષ કાળેજ બંધાય છે. તેમાં એવા પ્રકારની વિચિત્રતાના નિયમમાં સ્વભાવ સિવાય બીજો કોઈ હેતુ નથી, એ પ્રમાણે અહીં પણ સ્વભાવ વિશેષ જનિયામક જાણવો. એ સંબધે ભાષ્યકાર કહે છે–“મસમા નિયમો જો થોડં ગાડયું ન લે તો પરિણામ હોવાનો મધુવં વન્યો વિ તસેવા” વિષમસ્થિતિવાળા કર્મમાં શો નિયમ છે કે થોડું આયુષ્ય હોય છે. પણ બાકીના કર્મ થોડા હોતા નથી? પરિણામના સ્વભાવથી છે અને તેથીજ આયુષ્યકર્મનો અધૂવબંધ હોય છે. હવે વિશેષ જાણવા માટે ગૌતમ! ભગવંતને પૂછે છે–‘વિ ' ઈત્યાદિ. બધાય કેવલજ્ઞાની સમન્તિસમુદ્યાતને માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કર્યા પછી બધાય કેવલી સમુદ્યાતને પ્રાપ્ત થાય છે? એ પ્રમાણે ગૌતમે પ્રશ્ન કર્યો એટલે ભગવાન્ ઉત્તર કહે છે-હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. તાત્પર્ય એ છે કે બધાય કેવલી સમુદ્દઘાતને માટે પ્રયત્ન કરતા નથી અને સમુદ્ધાતને પણ પ્રાપ્ત થતા નથી. પરન્તુ જેઓના વેદનીયાદિ કર્મ આયુષ્યથી અધિક હોય છે તે સમુદ્યાત કરે છે. જેના વેદનીયાદિ કર્મો સ્વભાવથીજ આયુના સમાનસ્થિતિવાળાં હોય તે સમુદ્રઘાત કર્યા સિવાય જ તેનો ક્ષય કરીને સિદ્ધ થાય છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છ‘નસ' ઇત્યાદિ. જે કેવલીના આયુષ્યના તુલ્ય ભવાપગ્રહ કર્યો છે, ભવ-મનુષ્યભવમાં ૩પ-સમીપે ગૃહાતે'-ગ્રહણ કરાય–અવલંબન કરાય જેઓ વડે તે ભવોપગ્રહ–વેદનીય, નામ અને ગોત્રકર્મ, તે બન્ચન-કર્મપ્રદેશો વડે અને સ્થિતિ વડે સમાન હોય છે તે સમુદ્યાતને પ્રાપ્ત થતા નથી, પણ સમુદ્ધાત કર્યા સિવાય જ તેને ખપાવી સિદ્ધિરૂપી મહેલમાં બિરાજે છે એ ભાવાર્થ છે. એ સંબધે કહ્યું છે કે–“નસ ૩ તુલ્ત વિ ચ મ્યવસે સમાવતો નો વા સો માસમુધારો સિન્સ જુવે હવેઝ" જેના ચારે કર્મ સ્વભાવથી તુલ્ય છે એવો જે કેવલી તે સમુદ્ધાત કર્યા સિવાય એક સાથે કર્મનો ક્ષય કરીને સિદ્ધ થાય છે " આ ભાવ કદાચિત જ હોય છે કે બહદા હોય છે?તેથી કહે છે–‘મviતુ સમુપાય' ઇત્યાદિ. સમદુધાતને-કેવલીસમુદ્ધાતને પ્રાપ્ત કર્યા સિવાય સિદ્ધિ-ચરમગતિને પ્રાપ્ત થયેલા છે એ ક્રિયાનો સંબન્ધ જાણવો. કેટલા? એ માટે સૂત્રકાર કહે છ–‘મનના.' અનન્ત, કેવલજ્ઞાન અને કેવલદર્શનસહિત એવા આ કથન વડે જેઓ ‘બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને 383

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404