________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं एक्कारसमं दंसणदारं દેવના અવન વડે અને અન્યને મરણ વડે કે બીજી રીતે તે વિભંગજ્ઞાન પડે છે તેથી વિર્ભાગજ્ઞાનનો કાળ એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ અધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે—જ્યારે કોઈ મિથ્યાષ્ટિ તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય પૂર્વકોટી વરસના આયુષ્યવાળો હોય. અને તે કેટલાક વર્ષ ગયા પછી વિર્ભાગજ્ઞાની થાય અને અપતિત વિર્ભાગજ્ઞાનસહિત જ ઋજુ ગતિ વડે સાતમી નરક પૃથિવીમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળો નારક થાય ત્યારે પૂર્વોક્ત ઉત્કૃષ્ટ કાળનું પ્રમાણ હોય છે. ત્યાર પછી સમ્યક્તની પ્રાપ્તિ દ્વારા અવધિજ્ઞાન થવાથી કે સર્વથા નાશ થવાથી વિર્ભાગજ્ઞાન જાય છે. જ્ઞાનદ્વાર સમાપ્ત. I/૧૧/૫૪૨/
|| વિવારરસમંવંતUવાર || चक्खुदंसणी णं भंते! पुच्छा।गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसहस्संसातिरेग।अचक्खुदंसणी णं भंते! अचक्खुदंसणि त्ति कालओ केवचिरं होइ? गोयमा! अचक्खुदंसणी दुविहे पन्नत्ते, तंजहा-अणादीए वा अपज्जवसिते, अणादीए वा सपज्जवसिए। ओहिदसणी णं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं दो छावट्ठीओ सागरोवमाणं साइरेगाओ। केवलदसणी णं० पुच्छा। गोयमा! सातीए अपज्जवसिते |दारं ११। Iટૂ-રા૪રા (મૂળ) હે ભગવન્! ચક્ષુદર્શની “ચક્ષુદર્શની’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક
અધિક હજાર સાગરોપમ સુધી હોય. હે ભગવન્! અચક્ષુદર્શની “અચસુદર્શની’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! અચક્ષુદર્શની બે પ્રકારે છે તે આ પ્રમાણે-અનાદિ અનન્ત, અને અનાદિ સાન્ત. અવધિદર્શની ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક અધિક બે વાર છાસઠ (એકસો બત્રીશ) સાગરોપમ સુધી
હોય. કેવલદર્શની “કેવલદર્શની’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત હોય. (દ્વાર ૧૧) /૧૨//પ૪all (ટી0) હવે દર્શનકાર કહે છે–તેમાં આ પ્રથમ સૂત્ર છે—“વવરઘુવંસળી ને અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! ચક્ષુદર્શની ક્યાં સુધી હોય? અહીં તે ઇન્દ્રિયાદિ જીવ ચઉરિન્દ્રિયાદિમાં ઉત્પન્ન થઈ અને ત્યાં અન્તર્મુહૂર્ત રહીને ફરીથી પણ તેઈન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ત્યારે ચક્ષુદર્શની અન્તર્મુહૂર્ત સુધી હોય. અને ‘ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર સાગરોપમ સુધી હોય અને તે ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને નૈરયિકાદિના ભવભ્રમણ વડે જાણવું. અચક્ષુદર્શની અનાદિ અનન્ત છે કે જે કદિ પણ મોક્ષને પ્રાપ્ત કરવાનો નથી. જે મોક્ષને પ્રાપ્ત કરશે તે અનાદિ સાન્ત. તથા તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય તેવા પ્રકારના અધ્યવસાયથી
ન કરીને પછીના સમયે જો કાળ કરે તો અવધિદર્શન પડે ત્યારે અવધિદર્શની એક સમય સુધી હોય. ઉત્કૃષ્ટથી અવધિદર્શની કાંઈક અધિક એકસો બત્રીશ સાગરોપમ પર્યન્ત હોય. કેવી રીતે હોય? અહીં વિર્ભાગજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય અંપતિત વિર્ભાગજ્ઞાન સહિત જ જગતિ વડે સાતમી નરક પૃથિવીમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નરયિક થાય. અને તે નજિક મરણ હોય ત્યારે સમ્યક્ત પામી તેથી ભ્રષ્ટ થઇ પુનઃ અપતિત વિર્ભાગજ્ઞાન વડે પૂર્વકોટી આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય અને ત્યાં પરિપૂર્ણ પોતાનું આયુષ્ય પાળીને ફરી અપતિત વિર્ભાગજ્ઞાન સહિત ' જ સાતમી નરક પૃથિવીમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળો નરયિક થાય, ત્યાં પણ મરણના નજિક સમયે સમ્યક્ત પામીને તેનો ત્યાગ કરે તેથી ફરીથી પણ વિલંગ જ્ઞાનસહિત જ પૂર્વકોટી આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય ત્યારે એ પ્રમાણે એક છાસઠ સાગરોપમ થાય, અને બધે તિર્યંચમાં ઉત્પન્ન થતો ઋજુ ગતિ વડે ઉપજે છે. કારણ કે વિગ્રહ-વક્ર ગતિ વડે તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થનારને વિભંગ જ્ઞાનનો નિષેધ કર્યો છે. તે માટે કહેશે કે—“વિમાનાણી પદ્રિતિરિવહનોળિયા મણુસા માહારા, નો માહર" ઇતિ–વિભંગ જ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો આહારક હોય છે, પણ અનાહારક હોતા નથી. અને વિગ્રહગતિમાં તો અનાહારક હોય છે માટે વક્ર ગતિમાં વિલંગ જ્ઞાન હોતું નથી. (પ્ર)–શા માટે
104